શોધખોળ કરો
Advertisement
દેશના આ મોટા રાજ્યમાં કોર્ટની ફટકાર બાદ ફરી લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? લોકો ઘરમાં જ થશે કેદ ? જાણો વિગત
હાઈકોર્ટે કહ્યું કે, સરકારી અધિકારીઓ લોકોને કારણ વગર નીકળતા, બજારમાં ભીડ એકઠી થતી રોકવા અનો સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયા છે. આ કારણે તમામ શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
પ્રયાગરાજઃ કોરોનાના વધી રહેલા મામલા બાદ ઉત્તર પ્રદેશમાં ફરી એક વખથ સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવી શકે છે. આ લોકડાઉન ઓછામાં ઓછું 10 દિવસનું હશે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતની સંખ્યાને લઈ અલાહાબાદ હાઈકોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને નારાજગી દર્શાવીને યોગી સરકારેને સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની ભલામણ કરી છે.
હાઈકોર્ટે કહ્યું કે, સરકારી અમલદારો લોકોને કારણ વગર નીકળતા, બજારમાં ભીડ એકઠી થતી રોકવા અનો સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયા છે. આ કારણે તમામ શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હાઈકોર્ટની ડિવીઝન બેંચે કહ્યું કે, સંપૂર્ણ લોકડાઉન અને તેનો કડક અમલ કરાવ્યા વગર કોરોના સંક્રમણને કાબૂમાં કરી શકાશે નહીં.
કોર્ટે સક્રમણના વધી રહેલા મામલાને લઈ સરકારી અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે. આ મામલે કડક વલણ અપનાવીને ઉત્તરપ્રદેશના ચીફ સેક્રેટરીને જે જવાબદાર લોકોએ કડકાઈથી પાલન નથી કરાવ્યું તેમના પર શું પગલા લીધો તેનો જવાબ માંગ્યો છે. કોર્ટના આ વલણ બાદ મોટા અધિકારીઓની બદલી થઈ શકે છે.
કોર્ટે સૌથી વધારે નારાજગી યુપીના સાત મોટા શહેરો લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, બરેલી તથા ઝાંસીમાં સંક્રમણના વધી રહેલા મામલા પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે તેના ફેંસલામાં કહ્યું કે, લોકડાઉન દ્વારા લોકોને ઘરમાં જ રહેવા મજબૂર કરવા જરૂરી થઈ ગયું છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે જો સરકારે સંપૂર્ણ લોકડાઉનને લઈ કોઈ ફેંસલો ન કર્યો તો આગામી સુનાવણીમાં કોર્ટ તેના તરફથી આદેશ જાહેર કરી શકે છે.
IPL 2020 પહેલા ડ્વેન બ્રાવોએ રચ્ચો ઈતિહાસ, T-20માં 500 વિકેટ લેનારો બન્યો વિશ્વનો પ્રથમ બોલર
અમદાવાદનું કયું જાણીતું ખાણીપીણી બજાર બંધ કરાયું, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement