શોધખોળ કરો

રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી, આ 18 જિલ્લામાં માવઠાનું સંકટ

અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટ્ટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે.  આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉંચકાવવાનું પણ અનુમાન વ્યકત કરાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

રાજકોટમાં વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા
રાજકોટમાં ગુરુવારે દોઢ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. શહેરમાં દોઢ ઇંચ વરસાદથી ગવલીવાડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ગવલીવાડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. ગવલીવાડની બાજુમાં આવેલા પાણીના વોકળાનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન શોપિંગ કોમ્પલેક્ષ અને ઝાડ સહિતનો કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના 40 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અહીં 4000 જેટલા લોકો વસવાટ કરે છે અને તેઓ દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરે છે. સ્થાનિકોએ પ્રશાસનની બેદરકારીના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. ત્યારે નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી. 

રાજકોટના સદર બજાર વિસ્તારમાં પણ વોકળાના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. સર્વેશ્વર ચોકમાં વોકળાનું બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ વળી ગયું હતું. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. બાદમાં સ્થાનિકો અને મનપાએ પાણીનો નિકાલ કર્યો હતો. 

ડાંગના ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રાત્રીના વરસાદ બાદ સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સનરાઈઝ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયું હતું.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'

MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 

વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

Embed widget