શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસની ઝપેટમાં યોગી કેબિનેટના વધુ એક મંત્રી, અતુલ ગર્ગનો રિપોર્ટ પોઝિટિવ
યોગી કેબિનેટના મંત્રી કમલા રાની વરૂણ અને ચેતન ચૌહાણનું કોરોનાથી નિધન થયું છે.
લખનઉઃ કોરોના વાયરસ હવે ઝડપથી યોગી કેબિનેટને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કેબિનેટ મંત્રી અતુલ ગર્ગનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રી અતુલ ગર્ગે પોતાના ફેસબુક પેજ પર તેની જાણકારી આપી છે. અતુલ ગર્ગે જણાવ્યું કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જણાવીએ કે, યૂપીમાં કોરોનાને કારણએ અત્યાર સુધીમાં બે મંત્રીઓએ જીવ ગુમાવ્યા છે.
યોગી કેબિનેટના મંત્રી કમલા રાની વરૂણ અને ચેતન ચૌહાણનું કોરોનાથી નિધન થયું છે.
બે સપ્તાહમાં બે મંત્રિઓના મોત
જણાવીએ કે, બે દિવસ પહેલા જ પ્રદેશના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણનું કોરોનાને કારણે મોત થયું હતું. 12 જુલાઈના રોજ કોરોના પોઝિટિવ આવ્યા બાદથી તેમને લઘનઉની સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. 73 વર્ષીય ચેતન ચૌહાણે રવિવારે અંતિમ શ્વાસ લીધા.
2 ઓગસ્ટના રોજ થયું હતું કમલા રાની વરૂણું નિધન
ચેતન ચૌહાણ પહેલા યોગી સરકારના એક મંત્રી કમલા રાની વરૂણનું કોરોનાને કારણો 2 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. કમલા રાનીની લખનઉ સ્થિત એસપીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
24 કલાકમાં સામે આવ્યા નવા 4186 નવા કેસ
યૂપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4186 કેસ સામે આવ્યા છે. સાથે 69 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ યૂપીમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 2515 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ બુલેટિન અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4186 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલમાં કુલ 50839 લોકોની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement