શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
UP: અખિલેશના મંત્રીમંડળમાં જોડાયા 5 નવા મંત્રી, બલરામ યાદવની વાપસી
લખનઉ: ઉત્તર પ્રદેશનના મુખ્યમંત્રી અખિલેશ યાદવના મંત્રીમંડળમાં આજે 5 નવા ધારાસભ્યો જોડાયા છે. થોડા દિવસ પહેલા રદ્દ કરાયેલા મંત્રી બલરામ યાદવને ફરીથી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સિવાય નારદ રાય, જિયાઉદ્દીન રિઝવી, રવિદાસ મેહરોત્રા અને શારદા પ્રસાદ શુક્લ મંત્રી બન્યા હતા. આ મંત્રીઓમાં જિયાઉદ્દીન રિઝવી બાદમાં શપથ લેશે.
આગલા વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા યુપીના મંત્રીમંડળમાં આજે છેલ્લું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. હાલ આ વિસ્તરણને ચૂંટણીની તૈયારીઓ રૂપે જોવામાં આવે છે. જો કે, યુપીના મુખ્યમંત્રીથી નારાજ તેમના કાકા અને મંત્રી શિવપાલ સિંહ યાદવ શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવ્યા નહતો. આ જોતા ઘણા પ્રકારની ચર્ચા થઈ રહી છે.
યુપીના સવા ચાર વર્ષ જૂની અખિલેશ સરકારનું આજે સાતમા મંત્રીમંડળનુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળમાં નવા આવેલા મંત્રીઓ સવારે 11 વાગે રાજભવનમાં રાજ્યપાલ રામ નાઈકની સામે શપથ લેશે. બલરામ યાદવ ઉપર લોકોની ખાસ નજર હતી. કારણ કે, મુખ્તાર અંસારીની પાર્ટીને સપામાં વિલય કરાવવાનો તેમના ઉપર મુખ્ય ભૂમિકા નિભાવવાનો આરોપ હતો. જેના પછી તેમને રદ્દ કરી દેવામાં આવ્યો હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion