શોધખોળ કરો

Yogi Adityanath Corona Positive: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ થયા કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

યોગીએ ટ્વીટર લખ્યું, રાજ્ય સરકારની તમામ ગતિવિધિ સામાન્ય રીતે ચાલી રહી છે. આ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે પોતાની તપાસ કરાવી લે.

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાની (Yogi Adityanath Corona Positive)  ઝપેટમાં આવ્યા છે. સીએમે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું, શરૂઆતના લક્ષણો બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશનમાં (Isolation) છું અને ડોક્ટરોની સૂચનાનું પાનલ કરી રહ્યો છું.

યોગીએ ટ્વીટર પર લખ્યું, રાજ્ય સરકારની તમામ ગતિવિધિ સામાન્ય રીતે ચાલી રહી છે. આ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે પોતાની તપાસ કરાવી લે.

આ પહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઈસોલેટ થઈ ગયો છું અને ઘરે  જ સારવાર શરૂ કરી દીધી છે. છેલ્લા થોડા દિવસોથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવવાનો આગ્રગ કરું છું. આ તમામ લોકોને થોડા દિવસો આઈસોલેશનમાં રહેવાની વિનંતી છે.

ઉત્તરપ્રદેશમાં (UP Corona Cases) છેલ્લા 24 કલાકમાં 18,021 નવા કેસ અને 85 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 95,980 છે.  

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  એક કરોડ 38 લાખ 73 હજાર 825

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036

કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704

કુલ મોત - 1 લાખ 72 હજાર 085

11 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ

13 એપ્રિલઃ 1,61, 736

12 એપ્રિલઃ 1,68,912

11 એપ્રિલઃ 1,52, 879

10 એપ્રિલઃ 1,45,384

9 એપ્રિલઃ 1,31,968

8 એપ્રિલઃ 1,26,789

7 એપ્રિલઃ 1,15,736

6 એપ્રિલઃ 96,982

5 એપ્રિલઃ 1,03,558

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Embed widget