(Source: ECI/ABP News/ABP Majha)
UP Election 2022: શું યૂપી ચૂંટણી બાદ BJP સાથે આવશે BSP? માયાવતીએ આપ્યો જવાબ
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ભાજપ સાથે ગઠબંધનની શક્યતા અંગેની અટકળોને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન નહીં કરે.
UP Assembly Election 2022: બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી(mayawati)એ ભાજપ(BJP) સાથે ગઠબંધનની શક્યતા અંગેની અટકળોને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન નહીં કરે. આ સાથે તેમણે કહ્યું કે બસપા કોઈ પાર્ટીની બી ટીમ નથી અને તેમના સમર્થકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. માયાવતીએ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ભાજપ પર જાતિવાદી માનસિકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો. માયાવતીએ પ્રશ્ન કર્યો હતો કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન શા માટે કર્યું હતું અને પછી શું તે લોકસભા ચૂંટણીમાં બસપાની બી-ટીમ હતી. તેમણે કહ્યું કે મીડિયાએ પણ આ વાત લોકોને જણાવવી જોઈએ.
માયાવતીએ કહ્યું કે અમે અમારી પૂર્ણ બહુમતની સરકાર બનાવવા માટે લડી રહ્યા છીએ. સર્વ સમાજના લોકોને અમારી પાર્ટીએ ટિકિટ આપી. આઝાદી પછી મોટાભાગની કોંગ્રેસની સરકાર કેન્દ્ર અને રાજ્યોમાં હતી. આ પક્ષોની સરકારે ભીમરાવ આંબેડકરને ભારત રત્નથી સન્માનિત કર્યા નથી. કોંગ્રેસ પાર્ટી જ્યારે કેન્દ્ર અને રાજ્યોમાંથી સત્તામાંથી બહાર આવે છે ત્યારે દલિતો, આદિવાસીઓની વાત કરે છે. સપા સરકારમાં ગુંડાઓ, બદમાશો અને માફિયાઓનું શાસન હતું. તોફાનો, રમખાણોના કારણે અહીં તણાવ હતો. અમારી સરકારના જનહિતની મોટાભાગની યોજનાઓમાં સપા સરાકારે ફેરફાર કર્યો.
માયાવતીએ આ મોટી વાત કહી
માયાવતીએ કહ્યું કે સપા સરકારને હટાવ્યા બાદ ભાજપ સરકારે સપાના નિર્ણયો બદલ્યા નથી. ચૂંટણીમાં સપા સાથે ભાજપને પોતાનો વોટ નથી આપવાનો. ભાજપ જાતિવાદી, મૂડીવાદી અને આરએસએસના એજન્ડાને લાગુ કરવામાં વ્યસ્ત છે. રાજ્યમાં ગુનાખોરી વધી છે, દલિત લોકો સુરક્ષિત નથી. દલિતો અને પછાત લોકોને અનામતનો લાભ નથી મળી રહ્યો. સરકારી નોકરીઓમાં અનામતનો ક્વોટા પૂરો નથી કરવામાં આવી રહ્યો. આ સરકારમાં મુસ્લિમ સમાજ ભય અને અસુરક્ષિત અનુભવી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ પોતે ઉપેક્ષિત અનુભવી રહ્યો છે. જ્યારે 4 વખત બસપાના નેતૃત્વમાં સરકાર હતી. લોકોને મોટા પાયે આજીવિકાનું સાધન મળી ગયું હતું. બસપાની સરકાર બનશે તો લોકોને નોકરી આપવામાં આવશે.