UP Elections 2022: પ્રથમ તબક્કાના મતદાન પહેલા CM યોગીએ ટ્વીટ કરી PM મોદી સાથેની તસવીર, કહી આ વાત
UP Elections 2022: યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો છે. સીએમ યોગીએ ફોટો સાથે લખ્યું છે કે જીત નિશ્ચિત છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન થશે.
UP Elections 2022: ગુરુવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડના મતદાન પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો છે. સીએમ યોગીએ ફોટો સાથે લખ્યું છે કે જીત નિશ્ચિત છે. આવતીકાલે ઉત્તર પ્રદેશના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન થશે.
કઈ બેઠક પર વોટિંગ અને 2017માં શું હતી સ્થિતિ
પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થશે તેમાં નોઈડા, ગાઝિયાબાદ, શામલી, મથુરા, અલીગઢ, બાગપત, મેરઠ, હાપુડ, બુલંદશહર, મુઝફ્ફરનગર અને આગ્રાનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ 58માંથી 53 બેઠકો જીતી હતી. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે.
યોગીએ મોદી સાથેની તસવીર શેર કરી શું લખ્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથેનો ફોટો ટ્વીટ કરતા લખ્યું કે, “આપણે પીડિત, શોષિત, દુઃખી ભાઈઓનું દુઃખ દૂર કરવું છે, અમે અમારા રાષ્ટ્ર ધર્મ પર અડગ છીએ...
ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન
- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન
- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન
- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન
- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન
- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન
- 10 માર્ચે પરિણામ
Ginger Farming: ઓછો ખર્ચે તગડો નફો, આદુની ખેતી કરીને કમાવ 25 લાખ રૂપિયા