શોધખોળ કરો

પુલવામા હુમલાના 11 શહીદોના પરિવારને કેમ નથી મળી નોકરી? સરકારે સંસદમાં આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા

વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈનિકોની લગભગ એક ડઝન વિધવાઓએ સરકારી નોકરીઓ માટે અરજી કરવા માટે તેમના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના 19 પરિવારજનોને અનુકંપાના આધારે સરકારી નોકરી આપવામાં આવી છે. જ્યારે વધુ ત્રણ નિમણૂક પ્રક્રિયામાં છે.

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 11 વિધવાઓએ તેમના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે જેથી તેઓ અનુકંપાના આધારે સરકારી નોકરીઓ માટે અરજી કરી શકે.

કેટલી સહાય આપવામાં આવી

આમાંના કેટલાક બાળકો ચાર વર્ષની વયના છે, જેમાં સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ મનોજ કે બેહરાની પુત્રી અને કોન્સ્ટેબલ ભગીરથ સિંહનો સાત વર્ષનો પુત્ર છે, એમ તેમણે જણાવ્યું હતું. માર્યા ગયેલા 40 સીઆરપીએફ જવાનોના નજીકના સંબંધીઓને આપવામાં આવેલી નાણાકીય સહાય અને સરકારી નોકરીઓની વિગતો શેર કરતા રાયે કહ્યું કે દરેક પરિવારને સંપૂર્ણ વળતર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારો અને વ્યક્તિગત અને કોર્પોરેટ દાતાઓ દ્વારા અપાયેલી રકમ અથવા દાનમાં આપવામાં આવેલ 1.5 કરોડથી 3 કરોડ રૂપિયા સુધીની રકમનો સમાવેશ થાય છે.

જ્યારે આઠ શહીદોના પરિવારોને 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા અને 29 પરિવારોને 2 કરોડથી 2.5 કરોડ રૂપિયાની વચ્ચે કુલ વળતર મળ્યું છે. મંત્રીએ કહ્યું કે ત્રણ શહીદોના પરિવારને 2.5 કરોડથી 3 કરોડ રૂપિયાની વચ્ચે વળતર મળ્યું છે.

ભારતે પુલવામાનો બદલો લીધો

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો. જ્યારે જમ્મુ-શ્રીનગર હાઈવે પર CRPF જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી, જેના પછી ભારતે માત્ર 12 દિવસમાં 'નાપાક' પાકિસ્તાન પાસેથી બદલો લીધો હતો. ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આ હુમલો 300 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહનથી કર્યો હતો

વાસ્તવમાં આતંકવાદીઓએ પુલવામામાં નેશનલ હાઈવે પર જઈ રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ 300 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહને CRPFના વાહનને ટક્કર મારી અને કાફલાને ઉડાવી દીધો હતો.

આ ઘટનાને અંજામ આપનાર હુમલાખોરનું નામ આદિલ અહમદ ડાર હતું. આ સિવાય સજ્જાદ ભટ્ટ, મુદાસિર અહમદ ખાન વગેરે જેવા આતંકવાદીઓ પણ હુમલામાં સામેલ હતા, જેમને બાદમાં સેનાએ ઠાર માર્યા હતા. આ મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેણે 13,500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget