શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
UPમાં જમીન મુદ્દે બે જૂથો વચ્ચે ધીંગાણું, ફાયરિંગમાં 9નાં મોત, 20 ઘાયલ
ગ્રામ પ્રધાને 2 વર્ષ પહેલા 90 વીઘા જમીન ખરીદી હતી. બુધવારે ગ્રામ પ્રધાન તેના સમર્થકો સાથે જમીન પર કબજો કરવા પહોંચ્યો હતો. ગ્રામીણોએ જમીનના કબજા પર વિરોધ દર્શાવ્યા બાદ પ્રધાન પક્ષને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
લખનઉઃ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં મામૂલી જમીન વિવાદ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 9 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. મળતી માહિતી મુજબ વિવાદિત જમીન પર લાંબા સમયથી ગ્રામ પ્રધાન અને ગ્રામજનો વચ્ચે વિવાદ ચાલતો હતો. જે આજે લોહિયાળ બન્યો હતો. ઘોરાવલમાં મૂર્તિયા ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ ગ્રામ પ્રધાનના સમર્થકોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનું મોત થયું છે.
ગ્રામ પ્રધાને 2 વર્ષ પહેલા 90 વીઘા જમીન ખરીદી હતી. બુધવારે ગ્રામ પ્રધાન તેના સમર્થકો સાથે જમીન પર કબજો કરવા પહોંચ્યો હતો. ગ્રામીણોએ જમીનના કબજા પર વિરોધ દર્શાવ્યા બાદ પ્રધાન પક્ષને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 9 લોકોના મોત થયા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. વધુ તંગદિલી ન ફેલાય માટે તે માટે મોટી માત્રામાં પોલીસ કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની વિસ્તૃત જાણકારી માંગીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોને તાત્કાલિક મેડિકલ સહાય આપવાનો આદેશ આપ્યો છે. યોગીએ યુપીના ડીજીપીને આ મુદ્દા પર વ્યક્તિગત નજર રાખવા અને ઘટનાની તપાસ કરાવવા આદેશ આપ્યો છે.Sonbhadra: Casualties reported after firing between two groups over a land dispute in Ghorawal today; District Magistrate Ankit Kumar Agarwal says, "We can't tell exact numbers as of now. 9 persons brought to District Hospital. Some are injured & some are dead." pic.twitter.com/QDeL1QylFK
— ANI UP (@ANINewsUP) July 17, 2019
હેલ્મેટ વગર સ્કૂટી પર નશામાં જતું હતું કપલ, પોલીસે રોક્યા તો યુવતી કરવા લાગી ગાળા-ગાળી, જુઓ વીડિયો વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની, ટીમ ઈન્ડિયાને આ રીતે કરશે મદદ, જાણો વિગત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓને મળી શકે છે તક, જાણો કોણ કોણ છે દાવેદારCM takes cognisance of the incident in Sonbhadra (firing b/w 2 groups over a land dispute) & expressed condolences to family of deceased; directed DM to provide immediate medical attention to injured. He also directed DGP to personally monitor the case & ensure effective action. pic.twitter.com/qfG1tk7XP4
— ANI UP (@ANINewsUP) July 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion