શોધખોળ કરો
Advertisement
યોગી સરકારે યુપીમાં ચાર રેલવે સ્ટેશનનોના નામ બદલી નાંખ્યા, અલ્હાબાદને બદલે પ્રયાગરાજ રાખ્યુ
પ્રયાગરાજ જનપદ અંતર્ગત આવનારા અલ્હાબાદ જંક્શન, અલ્હાબાદ સિટી, અલ્હાબાદ છિવકી અને પ્રયાગઘાટના નામ બદલી નાંખવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ એકપછી એક શહેર અને રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવી રહ્યાં છે. આ લિસ્ટમાં હવે રાજ્ય સરકારે અલ્હાબાદ શહેરનુ નામ બદલ્યા બાદ હવે તેના રેલવે સ્ટેશનનું પણ નામ બદલી નાંખ્યુ છે.
પ્રયાગરાજ જનપદ અંતર્ગત આવનારા અલ્હાબાદ જંક્શન, અલ્હાબાદ સિટી, અલ્હાબાદ છિવકી અને પ્રયાગઘાટના નામ બદલી નાંખવામાં આવ્યા છે.
હવે આ રેલવે સ્ટેશન પ્રયાગરાજ જંક્શન, પ્રયાગરાજ રામબાગ, પ્રયાગરાજ છિવકી અને પ્રયાગરાજ સંગમના નામથી ઓળખાશે. મુખ્ય સચિવ નીતિન રમેશ ગોકર્ણ અનુસાર આ બાબત લોક નિર્માણ વિભાગે કેન્દ્ર સરકાર પાસેથી એનઓસી મળ્યા બાદ અધિસૂચના જાહેર કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે યોગી સરકાર ગયા વર્ષે મુગલસરાય રેલવે સ્ટેશનનુ નામ બદલીને દીન દયાલ ઉપાધ્યાયના નામ પર રાખી લીધુ હતુ. વળી, આ વર્ષ જાન્યુઆરીમાં યુપી કેબિનેટમાં મુગલસરાય તાલુકાનુ નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય તાલુકો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement