હવે અપરિણીત છોકરીઓ નેશનલ ડિફેન્સ એક્ઝામ આપી શકશે, UPSCએ બહાર પાડ્યું નોટિફિકેશન
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નેશનલ ડિફેન્સ એકેડમી (એનડ઼ીએ) અને નેવલ એકેડમી એક્ઝામ માટે અપરિણીત મહિલાઓ અરજી કરવાની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે આયોગ દ્ધારા આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લીધો છે.
નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશને શુક્રવારે નેશનલ ડિફેન્સ એકેડમી (એનડ઼ીએ) અને નેવલ એકેડમી એક્ઝામ માટે અપરિણીત મહિલાઓ અરજી કરવાની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે આયોગ દ્ધારા આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લીધો છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં યોજાનારી એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ કરવાનો આદેશ આપ્યો હતો અને યુપીએસસીને આ સંબંધમાં નવું નોટિફિકેશન જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ યુપીએસસીએ ફક્ત અપરિણીત મહિલા ઉમેદવાર માટે પોતાની સતાવાર વેબસાઇટ upsconline.nic.in પર અરજી માટે વિન્ડો ઓપન કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 22 સપ્ટેમ્બરના ચુકાદામાં નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ માટેની પરીક્ષા છોકરીઓને પણ આપવા દેવા આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવી નીતિને લાગુ કરવા માટે વધુ સમયથી માંગ કરી હતી. કેન્દ્ર દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે, આ વખતે પૂરતો સમય નથી તેથી મહિલાઓ આ વર્ષે પરીક્ષામાં સામેલ નહીં થઈ શકે. સરકારની આ વાતને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે સરકારને મહિલાઓને પણ પરીક્ષામા સામેલ કરવા આદેશ આયો હતો. આ વર્ષે નવેમ્બરમાં પરીક્ષા યોજાવાની છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ મહિલાઓને આગામી વર્ષે મે મહિના પચી જ એનડીએની પરીક્ષામાં સામેલ કરી શકશે. સુપ્રીમ કોર્ટે સરકારની માંગને નકારી કાઢીને મહિલાઓને પરીક્ષામાં સામેલ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સરકારને નીતિઓને લાગુ કરવા માટે 6 મહિનાનો વધુ સમય આપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. મંગળવારે જ સરકારે કહ્યું હતું કે, મહિલાઓ એનડીએના માધ્યમથી એડમિશન મેળવી શકશે.
યુપીએસસી દ્ધારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર 24 સપ્ટેમ્બરથી આઠ ઓક્ટોબર સુધી મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. જ્યારે શારીરિક માપદંડો અને મહિલા ઉમેદવારો માટે ખાલી ઉમેદવારોની સંખ્યા રક્ષા મંત્રાલય તરફથી પ્રાપ્ત થયા બાદ જાણ કરવામાં આવશે. અરજીકર્તાએ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. તે સિવાય કોઇ અન્ય માધ્યમથી અરજી સ્વીકાર કરવામાં આવશે નહીં.