શોધખોળ કરો
Advertisement
મિલિંદ દેવડાના સમર્થનમાં આવી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, મુંબઈ કોંગ્રેસ માટે આશાનું કિરણ ગણાવ્યા, જાણો વિગત
બોલીવુડ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકરે મિલિંદ દેવડાનું સમર્થન કર્યું છે. આજે તેણે ટ્વિટ કરીને કહ્યું, મિલિંદ દેવડાના રાજીનામાથી નિરાશ થઈ છું. તેઓ મુંબઈ કોંગ્રેસ માટે એક આશાનું કિરણ હતા.
નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે સાંજે પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવા બેઠક બોલાવી છે. આ બેઠક બાદ પાર્ટીમાં મોટા બદલાવ કરવામાં આવી શકે છે. યુવા ચહેરાઓને મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. જેમાં રાહુલ ગાંધીના નજીક મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિલિંદ દેવડા સામેલ થઈ શકે છે. બંને નેતાએ રવિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
બોલીવુડ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકરે મિલિંદ દેવડાનું સમર્થન કર્યું છે. આજે તેણે ટ્વિટ કરીને કહ્યું, મિલિંદ દેવડાના રાજીનામાથી નિરાશ થઈ છું. તેઓ મુંબઈ કોંગ્રેસ માટે એક આશાનું કિરણ હતા. ભવિષ્યના સુધારા માટે તેમણે અનેક બદલાવ કર્યા. આપણે ઘણા કામ કરવાના છે અને સમય ઓછો છે.
દેવડાના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું, રાજીનામામાં ત્યાગની ભાવના ઓછી છે. અહીં બીજી ક્ષણે નેશનલ લેવલ પર પદ માંગવામાં આવી રહ્યું છે. આ રાજીનામું છે કે ઉપર ચઢવાની સીડી ? પાર્ટીએ આવા કર્મઠ લોકોથી સાવધાન રહેવું જોઈએ.
વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઇનલ પહેલા કોહલીએ કહી આ મોટી વાત, જાણો વિગત શેરબજારના રોકાણકારોને પસંદ ન આવ્યું બજેટ, જાણો બે દિવસમાં કેટલા લાખ કરોડ રૂપિયા ડૂબ્યાDisappointed by the resignation of @milinddeora who was a ray of hope for Mumbai congress and changes to come for future betterment. We have lot to be done and very little time.
— Urmila Matondkar (@OfficialUrmila) July 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement