શોધખોળ કરો
Advertisement
મોદીની ‘જનતા કર્ફ્યુ’ની અપીલથી ટ્રમ્પ પણ થયા પ્રભાવિત, હવે USમાં કરશે લાગુ
પીએમ મોદી એક વૈશ્વિક નેતા બની ગયા છે. ભારત જે પણ કરે છે તેના પર અમેરિકા ખુબ બારીકાઈથી નજર રાખે છે.
વોશિંગ્ટનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના પોઝિટિવનો આંકડો 390ને પાર કરી ગયો છે અને 7 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે વિશ્વમાં 10,000થી વધારે લોકોનો કોરોના ભરખી ગયો છે. કોરોનાના વધતા કહેરને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં રવિવારે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું હતું. જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો.
પીએમ મોદીની આ હાકલની અમેરિકાએ નામ લીધા વગર પ્રશંસા કરી છે અને પોતાના દેશમાં પણ જનતાને આ જ રીતે 'જનતા કર્ફ્યૂ 'માટે અપીલ કરી છે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ ભારતની જેમ પોતાના નાગરિકોને પણ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. અમેરિકાની સરકારે લોકોને વધુમાં વધુ ઘરની અંદર રહેવાનું કહ્યું છે.
એક ટ્વિટ દ્વારા વ્હાઈટ હાઉસે કહ્યું કે લોકો ઘરોમાં રહે અને પોતાના જીવ બચાવે. ટ્વિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી કહેવાયું છે કે આ ત્યાગનો સમય છે. આ સાથે જ અત્યારનો સમય એ વાત ઉપર પણ ધ્યાન આપવા માટે મહત્વનો છે કે આપણા માટે સૌથી જરૂરી શું છે.
પીએમ મોદી એક વૈશ્વિક નેતા બની ગયા છે. ભારત જે પણ કરે છે તેના પર અમેરિકા ખુબ બારીકાઈથી નજર રાખે છે. સારું લાગે તો તેને પોતાના દેશમાં પણ અમલમાં મૂકે છે. હવે ભારતમાં સફળતાપૂર્વક જનતા કર્ફ્યૂનું પાલન થયું તે અમેરિકાને તે ખુબ ગમ્યું છે. આ કર્ફ્યૂની ઉપયોગિતાનો સ્વીકાર કરતા અમેરિકા તેને પોતાના દેશમાં પણ કોરોના વિરુદ્ધ લડતમાં ઉપયોગમાં લેવા જઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement