શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પે અમેરિકામાં સ્મારકોની સુરક્ષા માટે શું લીધો મોટો નિર્ણય, જાણો વિગતે
અમેરિકાના મિનેપૉલિસ શહેરમાં અશ્વેત અમેરિકન નાગરિક જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્મારકો, મૂર્તિઓ બચાવવાના હેતુથી કાર્યકારી વિધેયક પર શનિવારે હસ્તાક્ષર કરી દીધા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન જે લોકોએ સ્મારકોને નુકસાન પહોંચાડ્યું છે તેમણે જેલમાં જવું પડશે.
ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું, મને અમેરિકાના સ્મારકો અને મૂર્તિઓની રક્ષા કરતા એક ખૂબ મજબૂત કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવાનો અધિકાર મળ્યો હતો. આપણા મહાન દેશ સામે કાયદા વિરોધી પ્રદર્શન કરનારા લોકોએ જેલની સજા કાપવી પડશે. છેલ્લા થોડા દિવસોથી દેખાવકર્તાએ અમેરિકાના ઐતિહાસિક આંકડાના સ્મારકોને નુકસાન પહોંચાડ્યું હતુ. જેના પર નિયંત્રણ મેળવવા ટ્રમ્પે કાર્યકારી વિધેયક પર હસ્તાક્ષર કર્યા છે.
અમેરિકાના મિનેપૉલિસ શહેરમાં અશ્વેત અમેરિકન નાગરિક જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તેના મોતનો એક વીડિયો વાયરલ થયા હિંસા ભડકી હતી. અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવા સહિત પ્રતિમા, સ્મારકોને નુકસાન પહોંચાડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement