શોધખોળ કરો
Advertisement
ઉત્તપ્રદેશ: સીતાપુરમાં એસિડની ફેક્ટ્રીમાંથી ગેસ લિક થતા એક જ પરિવારના સાત લોકોના મોત
આ ઘટના ચંદનપુર ગામ સ્થિત એક એસિડ ફેક્ટ્રીમાં ગેસ લિક થવાના કારણે બની હતી. ગેસ લિકના કારણે નજીકની કાર્પેટ ફેક્ટ્રીમાં રહેતા સાત લોકોના મોત થયા હતા.
સીતાપુર: ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ ઘટના ચંદનપુર ગામ સ્થિત એક એસિડ ફેક્ટ્રીમાં ગેસ લિક થવાના કારણે બની હતી. ગેસ લિકના કારણે નજીકની કાર્પેટ ફેક્ટ્રીમાં રહેતા સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ પુરુષ, એક મહિલા અને 3 બાળકો સામેલ છે.
ઘટનાની જાણ થયા બાદ પોલીસ તથા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમની સાથે ડીએમ અને એસપી પણ પહોંચ્યા હતા.
પોલીસ સ્ટેશનના પ્રભારી અજય રાવતે જણાવ્યું કે, ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગેસ લિક થવાના કારણે કોઈ પણ વ્યક્તિ ફેક્ટરી સુધી પહોંચી શકતું નથી. સ્વાસ્થ વિભાગ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે. ગેસની અસરના કારણે આસપાસના 5 કૂતરાઓ સહિતના પ્રાણીઓ મોતને ભેટ્યાં છે. જ્યારે ગેસ લિકના કારણે આસપાસના લોકોમાં ભય છે.Sitapur: 7 labourers lost their lives earlier today allegedly due to gas leakage in a pipeline situated between a carpet factory and an acid factory. Police and District Collector have rushed to the site of the incident. More details awaited. pic.twitter.com/l9oBCRygfT
— ANI UP (@ANINewsUP) February 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion