શોધખોળ કરો
Advertisement
કોરોના ટેસ્ટ મામલે આ રાજ્યએ બનાવ્યો રેકોર્ડ, બે કરોડથી વધુ ટેસ્ટ કરનાર પ્રથમ રાજ્ય બન્યું
અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, શનિવારે કોરોના સેમ્પલના ટેસ્ટિંગ મામલે પ્રદેશે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. પ્રદેશમાં અત્યાર સુધી બે કરોડથી વધુ લોકોની કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી છે.
લખનઉ: કોરોના ટેસ્ટ મામલે ઉત્તરપ્રદેશે રેકોર્ડ બનાવ્યો છે. ઉત્તરપ્રદેશ બે કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે શનિવારે તેની જાણકારી આપી હતી.
અમિત મોહન પ્રસાદે દાવો કર્યો છે કે, ઉત્તર પ્રદેશમાં 60 ટકાથી વધુ લોકો સુધી આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. તેનો ફાયદો એ થયો છે કે, જે પણ લોકો કોરોનાના લક્ષણવાળા મળ્યા તેમની તત્કાલ તપાસ કરવામાં આવી અને સંક્રમણ ફેલાતું રોકવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, આરોગ્યની ટીમ એ જગ્યા પર ગઈ જ્યાં કોરોનાના કેસ મળી આવ્યા હતા. સરકારની આ રણનીતિથી પ્રદેશમાં કોરોના સંક્રમણના વ્યાપક ફેલાવામાં ઘણી મદદ મળી.
અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, શનિવારે કોરોના સેમ્પલના ટેસ્ટિંગ મામલે પ્રદેશે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. પ્રદેશમાં અત્યાર સુધી બે કરોડથી વધુ લોકોની કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 1,67,938 લોકોનું કોરોના ટેસ્ટિંગ સાથે પ્રદેશમાં બે કરોડ એક લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આટલા ટેસ્ટ દેશના અન્ય રાજ્યમાં થયા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement