Uttarakhand New CM: ઉત્તરાખંડના પ્રથમ શિક્ષણ મંત્રીથી સીએમ સુધીની સફર, જાણો તીરથ સિંહ રાવત અંગે
Uttarakhand New CM Tirath Singh Rawat: 2019 લોકસભા ચૂંટણીમાં તેણે કોંગ્રેસના મનીષ ખંડૂડીને 2.85 લાખથી વધુ મતથી હરાવ્યા હતા.
દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીના નામનું સસ્પેંસ ખતમ થઈ ગયું છે. પૌડી ગઢવાલ સીટ પરથી બીજેપીના લોકસભા સાંસદ તીરથ સિંહ રાવતને વિધાયક દળની બેઠકમાં આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ઉત્તરાખંડના પ્રથમ શિક્ષણ મંત્રી રહી ચુક્યા છે.
કોણ છે તીરથ સિંહ રાવત
- 56 વર્ષીય તીરથ સિંહ રાવત પૌડી ગઢવાલથી સાંસદ છે.
-વિદ્યાર્થી કાળથી જ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા છે. 1983-88 સુધી આરએસએસના પ્રચારક રહ્યા હતા. જે બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ઉત્તરાખંડ)ના સંગઠન મંત્રી અને રાષ્ટ્રીય મંત્રી પણ રહ્યા.
-1997થી 2000 સુધી ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય રહ્યા.
-2000માં ઉત્તરાખંડના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા અને 2002 સુધી કાર્યભાર સંભાળ્યો.
- 2012 થી 2017 સુધી ધારાસભ્ય રહ્યા
- 2013 થી 2015 સુધી ઉત્તરાખંડ બીજેપીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
- 2019 લોકસભા ચૂંટણીમાં તેણે કોંગ્રેસના મનીષ ખંડૂડીને 2.85 લાખથી વધુ મતથી હરાવ્યા હતા.
આ પહેલા CM પદની રેસમાં રમેશ પોખરિયાલ નિશંક, અજય ભટ્ટ, ધન સિંહ રાવતનું નામ હતું. જોકે સીએમ પદ માટે તીરથ સિંહ રાવતના નામની જાહેરાત સાથે જ બધા ચોંકી ગયા હતા. તીરથ સિંહે તેમના નામની જાહેરાત બાદ કહ્યું, મને જે જવાબદારી મળી છે તેને સારી રીતે નિભાવીશ. ત્રિવેન્દ્ર સિંહ રાવતે સીએમ તરીકે જે કામ કર્યા છે તેને આગળ વધારવાનું કામ કરીશ. જે કામ ઉત્તરાખંડમાં ત્રિવેંદ્ર સિંહ રાવતે કર્યુ છે તે પહેલા કોઇએ કર્યુ નહોતું. હું રાજ્યની ભલાઈ માટે કામ કરીશ.