શોધખોળ કરો

Uttarakhand : હારેલા પુષ્કર સિંહ ધામીનો દબદબો, 6 ધારાસભ્યો તેમના માટે પોતાની બેઠક ખાલી કરવા તૈયાર

Uttarakhand : પુષ્કર ધામીએ રાજ્યપાલ ગુરમીત સિંહને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ધામીનો શપથ ગ્રહણ સમારોહ 23 માર્ચે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે.

Uttarakhand : પુષ્કર સિંહ ધામી ફરીથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. તેઓ રાજ્યની ખાતિમા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. રાજ્યમાં પાર્ટીની જીત બાદ સવાલ એ ઉઠ્યો હતો કે હવે મુખ્યમંત્રી કોણ બનશે? પરંતુ પાર્ટીએ નીતિમાં મોટો ફેરફાર કર્યો અને પરાજિત ઉમેદવાર પુષ્કર ધામીને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો. સામાન્ય રીતે હારેલા ઉમેદવારને મંત્રી કે મુખ્યમંત્રી બનાવવામાં આવતા નથી.

હિમાચલ પ્રદેશમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રેમ કુમાર ધૂમલ પોતે ચૂંટણી હારી ગયા હતા, જ્યારે પાર્ટીએ ત્યાંરે પણ ચૂંટણી જીતી હતી, પરંતુ પછી ધૂમલને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા ન હતા, પરંતુ હવે ભાજપે એક મોટો નીતિગત ફેરફાર કરીને પુષ્કર ધામીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો  છે.

પુષ્કર ધામીએ રાજ્યપાલ ગુરમીત સિંહને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ધામીનો શપથ ગ્રહણ સમારોહ 23 માર્ચે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે.

ધામી મુખ્યપ્રધાન બન્યા બાદ તેમના માટે બેઠક ખાલી કરનારા ધારાસભ્યોની લાઈન લાગી છે. છ ધારાસભ્યો પહેલેથી જ ધામી માટે તેમની બેઠકો છોડવાની ઓફર કરી ચૂક્યા છે. ચંપાવતના ધારાસભ્ય કૈલાશ ગહતોડી અને કપકોટના ધારાસભ્ય સુરેશ ગાડિયા ઉપરાંત અન્ય ચાર ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનને ટેકો આપ્યો અને તેમના માટે તેમની બેઠકો છોડવાની ઓફર કરી. 

ખાનપુરના અપક્ષ ધારાસભ્ય ઉમેશ શર્માએ પણ ધામી માટે પોતાની બેઠક છોડવા માટે લેખિત પ્રસ્તાવ આપ્યો છે, જ્યારે દીદીહાટ સીટના ધારાસભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા બિશન સિંહ ચુફાલને જો રાજ્યસભામાં મોકલવામાં આવે તો તે  બેઠક પુષ્કર સિંહ ધામી માટે સૌથી સુરક્ષિત બેઠક  બની શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર ધામી આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

પુષ્કર સિંહ ધામીનો ટૂંકો પરિચય 
જન્મ- 16 સપ્ટેમ્બર 1975
જન્મ સ્થળ- પિથોરાગઢ, ઉત્તરાખંડ
કર્મ સ્થળ- ખાતિમા, ઉત્તરાખંડ
શૈક્ષણિક લાયકાત: અનુસ્નાતક (માનવ સંસાધન વ્યવસ્થાપન અને ઔદ્યોગિક સંબંધો), એલએલબી
રાજકીય કારકિર્દીની શરૂઆત - 1990
પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા યુવા મોરચા, ઉત્તરાખંડ (2002 થી 2008 સુધી સતત બે ટર્મ)
2012-2017- MLA
2017-2022-MLA

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Ahmedabad Rains: અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી, પીક અવર્સમાં વાહનો પડ્યા બંધ, જુઓ તસવીરો
Ahmedabad Rains: અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી, પીક અવર્સમાં વાહનો પડ્યા બંધ, જુઓ તસવીરો
Embed widget