Uttarkashi Tunnel Rescue Update: ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂમાં હજુ પણ લાગશે સમય, જાણો કારણ
ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલની અંદર હજુ પણ બચાવ કામગારી ચાલી રહી છે. હાલ 17મા દિવસે બચાવ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
Uttarkashi Tunnel Rescue Operation: ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલની અંદર હજુ પણ બચાવ કામગારી ચાલી રહી છે. હાલ 17મા દિવસે બચાવ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એક તરફ, કામદારો ગમે ત્યારે બહાર આવે તેવી ધારણા છે. ત્યારે એક પાઇપ જે ડ્રિલિંગ દ્વારા અંદર ગઈ હતી તે બચાવમાં અવરોધ બની રહી છે. જેના કટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર તેમા એક કલાક જેટલો સમય લાગી શકે તેમ છે.
ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલું બચાવ અભિયાન આજે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હાલ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને ગમે ત્યારે બહાર કાઢી શકાય છે. દરમિયાન, બચાવમાં આવી રહેલી સમસ્યાનો ઉકેલ પણ મળી ગયો છે. હજુ સુધી એક પણ મજૂરને સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ હજુ એક પાઈપ કાપવાની બાકી છે. જેના માટે એજન્સીઓ કામમાં વ્યસ્ત છે. હાલમાં કામદારોને બહાર લાવવામાં એક કલાકનો સમય લાગી શકે છે.
આ રીતે ખુદને તણાવમુક્ત રાખ્યા
અંદર ફસાયેલા શ્રમિકોને તણાવમુક્ત રાખવા માટે વહીવટીતંત્રે બહારથી અનેક પદ્ધતિઓ અપનાવી હતી. સમય પસાર કરવા અને કામદારોને વ્યસ્ત રાખવા માટે લૂડો, પત્તા અને ચેસ ટનલની અંદર મોકલવામાં આવ્યા હતા. શ્રમિકોને તણાવમુક્ત રાખવા માટે તેમને યોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. સરકારે શ્રમિકોને ફોન પણ મોકલ્યા જેથી તેઓ તેમના પરિવાર સાથે વાત કરી શકે. શનિવારે (26 નવેમ્બર) શ્રમિકોને ગેમ રમવા માટે મોબાઈલ ફોન પણ મોકલવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાની જાતને તણાવમુક્ત રાખી શકે.
ટનલમાં ફસાયેલા શ્રમિકોના નામ
ગબ્બર સિંહ નેગી, ઉત્તરાખંડ
સબાહ અહેમદ, બિહાર
સોનુ શાહ, બિહાર
મણિર તાલુકદાર, પશ્ચિમ બંગાળ
સેવિક પાખેરા, પશ્ચિમ બંગાળ
અખિલેશ કુમાર, યુ.પી
જયદેવ પરમાણિક, પશ્ચિમ બંગાળ
વીરેન્દ્ર કિસ્કુ, બિહાર
સપન મંડળ, ઓડિશા
સુશીલ કુમાર, બિહાર
વિશ્વજીત કુમાર, ઝારખંડ
સુબોધ કુમાર, ઝારખંડ
ભગવાન બત્રા, ઓડિશા
અંકિત, યુ.પી
રામ મિલન, યુપી
સત્યદેવ, યુ.પી
સંતોષ, યુ.પી
જય પ્રકાશ, યુપી
રામ સુંદર, ઉત્તરાખંડ
મનજીત, યુપી
અનિલ બેડિયા, ઝારખંડ
શ્રેજેન્દ્ર બેદિયા, ઝારખંડ
સુક્રમ, ઝારખંડ
ટીકુ સરદાર, ઝારખંડ
ગુણોધર, ઝારખંડ
રણજીત, ઝારખંડ
રવિન્દ્ર, ઝારખંડ
સમીર, ઝારખંડ
વિશેષ નાયક, ઓડિશા
રાજુ નાયક, ઓડિશા
મહાદેવ, ઝારખંડ
મુડતુ મુર્મ, ઝારખંડ
ધીરેન, ઓડિશા
ચમરા ઉરાવ, ઝારખંડ
વિજય હોરો, ઝારખંડ
ગણપતિ, ઝારખંડ
સંજય, આસામ
રામ પ્રસાદ, આસામ
વિશાલ, હિમાચલ પ્રદેશ
પુષ્કર, ઉત્તરાખંડ
દીપક કુમાર, બિહાર