શોધખોળ કરો

વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ લૂક સામે આવ્યો, ઈન્ટીરિયર જોઈ દંગ રહી જશો, જુઓ વીડિયો 

ભારતીય રેલવે ઝડપથી પોતાના વિકાસની ગાથા લખી રહી છે, આવી સ્થિતિમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ભારતીય રેલવેને એક નવી ઓળખ આપી છે.

Trending Video: ભારતીય રેલવે ઝડપથી પોતાના વિકાસની ગાથા લખી રહી છે, આવી સ્થિતિમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ભારતીય રેલવેને એક નવી ઓળખ આપી છે. હાલમાં, વંદે ભારત ટ્રેનમાં માત્ર ચેર કારની સુવિધા છે અને તે ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે. પરંતુ હવે ભારતીય રેલ્વે સ્લીપર વંદે ભારત શરૂ કરવાની યોજના બનાવી રહી છે અને તે ડિસેમ્બર 2024 સુધીમાં પાટા પર આવે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કોચની અંદરનો ભાગ બતાવવામાં આવ્યો છે અને તે એટલો સુંદર છે કે આ દ્રશ્ય જોઈને તમે પણ ચોંકી જશો.

વંદે ભારત સ્લીપર ટ્રેનનું ઈન્ટિરિયર જોઈને તમને આશ્ચર્ય થશે 

વાયરલ વીડિયોની શરૂઆત કોચનો દરવાજો ખુલતાની સાથે જ થાય છે, દરવાજો ખુલતા જ તમે સમજી જશો કે આ કોઈ સામાન્ય ટ્રેન નથી. કોચની સુંદરતા એટલી બધી છે કે કોઈપણ તેમાં મુસાફરી કરવાનું પસંદ કરશે. વંદે ભારતનો સ્લીપર કોચ એરોપ્લેનના ઈન્ટીરિયરને ટક્કર આપે છે. પુશ બટન વડે દરવાજા આપોઆપ ખુલે છે. સ્લીપર સીટો વધુ આરામદાયક અને આકર્ષક લાગી રહી છે. આ ઉપરાંત, તે વધુ પહોળી  પણ છે. આખો કોચ એસી છે અને ગ્રે રંગનું ઈન્ટીરીયર તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.

પહોળો કોરિડોર અને વિશાળ શૌચાલય 

વંદે ભારત સ્લીપર કોચનો કોરિડોર ઘણો પહોળો અને આકર્ષક છે. સામાન્ય ટ્રેનોની સરખામણીમાં લાંબો અને ખુલ્લો કોરિડોર ખરેખર સુંદર લાગે છે. આ સિવાય ટ્રેનના વોશરૂમ વધુ પહોળા અને મોટા છે જેમાં વોશ બેસિન પણ લગાવવામાં આવ્યા છે.

યૂઝર્સ બોલ્યા આ બધું લાંબું ચાલશે નહીં 

વીડિયોને @IndianTechGuide નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 5 લાખ 20 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને લઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... આ બધું લાંબુ નહીં ચાલે, દેશના લોકો આને પણ વહેંચી દેશે. અન્ય યુઝરે લખ્યું... ઈન્ટિરિયર જેટલું સુંદર હશે, ટિકિટ એટલી જ મોટી હશે. તો અન્ય યુઝરે લખ્યું... ગુટખા ખાનારા પર આ ટ્રેનમાં પ્રતિબંધ લગાવવો જોઈએ.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Embed widget