(Source: Poll of Polls)
PM Modiની સુરક્ષામાં ચૂક, વડાપ્રધાનના કાફલા સુધી પહોંચે ત પહેલા જ SPGએ યુવકને ઝડપી લીધો
PM Narendra Modi Varanasi Visit: વારાણસીની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના તમામ કાર્યક્રમોમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પીએમ મોદીને મળવાની ઈચ્છા સાથે કાફલામાં પ્રવેશવા માંગતો હતો.
PM Narendra Modi Varanasi Visit: વારાણસીની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના તમામ કાર્યક્રમોમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પીએમ મોદીને મળવાની ઈચ્છા સાથે કાફલામાં પ્રવેશવા માંગતો હતો. જો કે પીએમ મોદીને મળવા માંગતો યુવક સુરક્ષાકર્મીઓના હાથે ઝડપાઈ ગયો હતો. આ યુવકે પીએમના કાફલાની નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદી રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરથી વાતપુર એરપોર્ટ જઈ રહ્યા હતા, આ દરમિયાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર પાસે એક યુવકે પીએમના કાફલામાં કૂદવાનો પ્રયાસ કર્યો.
International Cricket Stadium in Varanasi will benefit sportspersons, boost economy of Purvanchal: PM Modi
Read @ANI Story | https://t.co/wxE29HXc0a#Varanasi #PMModi #CricketStadium pic.twitter.com/O3sUYZV4ml— ANI Digital (@ani_digital) September 23, 2023
મળતી માહિતી મુજબ, યુવક સેનામાં નોકરીની માંગણી કરીને પીએમને મળવા માંગતો હતો અને તે બીજેપીનો કાર્યકર હોવાનું કહેવાય છે. આ યુવક પીએમના કાફલાથી 10 ફૂટ દૂર હતો. હવે SPG આ યુવકની પૂછપરછ કરી રહી છે. વારાણસીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ વારાણસીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો અને તેની સાથે ઉત્તર પ્રદેશમાં 16 અટલ વિદ્યાલયોનું ઉદ્ઘાટન કર્યું. ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અંગે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, આટલું મોટું સ્ટેડિયમ બનાવવામાં આવે છે, ત્યારે તેની માત્ર રમત જ નહીં પરંતુ સ્થાનિક અર્થવ્યવસ્થા પર પણ સકારાત્મક અસર પડે છે. આજે બધા જાણે છે કે 'જે રમે છે તે ખીલે છે'.
#WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP pic.twitter.com/TjgIHNrelD
— ANI (@ANI) September 23, 2023
નારી શક્તિ વંદન કાયદો વ્યાપક વિઝન ધરાવતો કાયદો છે
આ સાથે નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે નારી શક્તિ વંદન કાયદો વ્યાપક વિઝન ધરાવતો કાયદો છે. આ કાયદાની મજબૂતાઈ ત્યારે વધશે જ્યારે મહિલાઓ માટે સમાજથી લઈને પરિવાર સુધી દરેક સ્તરે પ્રગતિની તકો વધશે. આપણે એવો સમાજ બનાવવાનો છે જેમાં મહિલાઓને આગળ વધવા માટે કોઈની મદદની જરૂર ન પડે.