ભાજપ કાર્યાલયમાં પીઢ કાર્યકરે બે યુવતીઓ સાથે શારીરિક છૂટ લઈને કરી ગંદી હરકત, યુવતીએ બહાર પાડ્યો વીડિયો, જાણો વિગત
વીડિયોમાં દેખાઈ રહેલ યુવતીઓનું કહેવું છે કે, તે સંગઠન વિસે જાણકારી મેળવવા માટે ભાજપની ઓફિસમાં નાનાજી દેશમુખ લાઈબ્રેરીમાં જતી હતી.
ભોપાલઃ બે યુવતીઓનો વીડિયોથી એમપીની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે, ભોપાલ સ્થિત ભાજપની ઓફિસમાં તેમની સાથે છેડતી થઈ છે. આરોપ લગાવનાર યુવતીઓએ કહ્યું કે, આ બધુ ભાજપની ઓફિસની લાઈબ્રેરીમાં થયું છે. કોંગ્રેસે પણ આ યુવતીઓનો વીડિયો શેર કરતાં શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું છે. જોકે યુવતીઓએ કોઈપણ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી નથી.
આરોપ લગાવનાર યુવતીઓએ કહ્યું કે, વૃદ્ધ કાર્યકર્તાએ તેની સાથે છેડતી કરી છે. ભગવા ગમછામાં વીડિયો બહાર પાડનાર યુવતીએ પોતાની ફ્રેન્ડ સાથે પણ આ પ્રકારની ઘટના બની હોવાનું કહ્યું છે. વીડિયોમાં તે પણ દેખાઈ રહી છે. વીડિયો સામે આવ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જ્યારે મીડિયા સાથે વાત કરતાં પાર્ટીના મહામંત્રીએ કહ્યું કે, વીડિયો સાચો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
વીડિયોમાં દેખાઈ રહેલ યુવતીઓનું કહેવું છે કે, તે સંગઠન વિસે જાણકારી મેળવવા માટે ભાજપની ઓફિસમાં નાનાજી દેશમુખ લાઈબ્રેરીમાં જતી હતી. 12 માર્ચના રોજ લાઈબ્રેરીમાં એક વૃદ્ધે તેની સાથે છેડતી કરી હતી. સાથે જ તે બાઈકથી ઘરે છોડવાની વાત કરી રહ્યો હતો. યુવતીએ એવું પણ કહ્યું કે, વૃદ્ધે તેનો નંબર માગીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મધ્ય પ્રદેશ કોંગ્રેસે વીડિયો બહાર પાડીને કહ્યું કે, “ભાજપ ઓફિસમાં જાતીય શોષણ, ભાજપની હરકતોથી મધ્યપ્રદેશ શર્મસાર. ધારાસભ્યો ખીદીને મુખ્યમંત્રી બનેલ શિવરાજના રાજમાં રોજ 15 દીકરીઓ સાથે દુષ્કર્મ અને 16 દીકરીઓનું અપહરણના આંકડા બાદ ભાજપમાં જાતીય શોષણના અહેવાલ શરમજનક છે.”
28 વર્ષના મામાએ 16 વર્ષની ભાણી પર બગાડી નજર, શરીર સુખ માટે કરતો દબાણ પણ છોકરી ના માનતાં.....