શોધખોળ કરો
Advertisement
Visakhapatnam HPCL Fire: HPCL પ્લાન્ટમાં આગ લાગતા મચી ગઈ અફરા-તફરી, આગના ગોટેગોટા નીકળ્યા
વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)માં મંગળવારે બપોરે આગ ફાટી નીકળી હતી. જોકે, આ આગમાં કેટલું નુકસાન થયું, તે હજુ જાણી શકાયું નથી. રિપોર્ટ પ્રમાણે, એપીસીએલ જૂના ટર્મિનલના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (crude distillation unit) માં આગ લાગી હતી.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)માં મંગળવારે બપોરે આગ ફાટી નીકળી હતી. જોકે, આ આગમાં કેટલું નુકસાન થયું, તે હજુ જાણી શકાયું નથી. રિપોર્ટ પ્રમાણે, એપીસીએલ જૂના ટર્મિનલના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (crude distillation unit) માં આગ લાગી હતી.
આ પછી તરત ઇમરજન્સી સાયરલન વાગી અને કર્મચારી અને શ્રમિક યુનિટ બહાર દોડી આવ્યા. પ્લાન્ટથી બહાર આવેલા કેટલાક શ્રમિકોએ જણાવ્યું કે, વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો અને આ પછી આગના ગોટેગોટા નીકળી રહ્યા હતા. સાયરન વાગતા જ બધા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
આ લાગ્યા પછી તરત જ પ્લાન્ટમાં હાજર અને બહારથી આવેલી ફાયરબ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવામાં લાગી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કવાયત ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion