શોધખોળ કરો

Vishwakarma Yojana: 3 લાખ રૂપિયા સુધી લોન આપશે સરકાર, જાણો કેવી રીતે કરશો અરજી ? ક્યા દસ્તાવેજની જરૂર પડશે

Vishwakarma Yojana: કૌશલ્ય તાલીમની સાથે લાભાર્થીઓને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન આપવાની પણ જોગવાઈ છે

Vishwakarma Yojana: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, રવિવારે તેમના 73માં જન્મદિવસના અવસર પર દેશની જનતાને એક મોટી ભેટ આપી અને 'PM વિશ્વકર્મા યોજના' શરૂ કરી હતી. 13,000 કરોડ રૂપિયાની આ સરકારી યોજના પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. આમાં, કૌશલ્ય તાલીમની સાથે લાભાર્થીઓને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન આપવાની પણ જોગવાઈ છે, જે વ્યવસાય શરૂ કરવામાં આર્થિક રીતે મદદ કરશે. આ યોજના માટે કેવી રીતે અરજી કરવી અને તેનો લાભ કોને મળશે.

વિશ્વકર્મા યોજના શું છે?

પીએમ વિશ્વકર્મા યોજના ખરેખર શું છે? આ યોજના દ્વારા સોની, મિસ્ત્રી, માળી, લુહાર, વાળંદ અને મોચી જેવી પરંપરાગત કુશળતા ધરાવતા લોકોને અનેક પ્રકારના લાભ મળશે. સરકાર દ્વારા આ યોજનામાં 18 પરંપરાગત કૌશલ્ય વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હાજર કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. આમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, તાળા બનાવનાર, સોની, માટીના વાસણો અને અન્ય વસ્તુઓ બનાવનારા કુંભારો, શિલ્પકારો, કડિયા, માછલીની જાળી બનાવનાર, રમકડા બનાવનારા અને અન્યનો સમાવેશ થાય છે.

બે તબક્કામાં 3 લાખ રૂપિયાની લોન

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સૌથી મોટો ફાયદો એ થશે કે જો કોઈ કુશળ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે અને નાણાકીય સમસ્યાઓના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, તો તે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. જેમાં 3 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ હેઠળ પ્રથમ તબક્કામાં વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને પછી બીજા તબક્કામાં લાભાર્થી તેના વિસ્તરણ માટે 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ લોન 5 ટકાના અત્યંત રાહત દરે આપવામાં આવશે.

સ્કિલ ટ્રેનિંગ માટે દૈનિક સ્ટાઇપેન્ડ

વડાપ્રધાન દ્ધારા શરૂ કરવામાં આવેલી આ PM વિશ્વકર્મા યોજના હેઠળ નક્કી કરાયેલા 18 ટ્રેડ્સમાં લોકોની કુશળતાને વધુ સારી બનાવવા માટે માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે અને તેની સાથે દરરોજ 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ, મૂળભૂત અને અદ્યતન તાલીમ સંબંધિત કૌશલ્ય અપગ્રેડેશન, 15,000 રૂપિયાનું ટૂલકીટ પ્રોત્સાહન, ડિજિટલ ટ્રાજેક્શન માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

વિશ્વકર્મા યોજના માટેની પાત્રતા

-અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે.

-લાભાર્થી વિશ્વકર્મા યોજના હેઠળ નક્કી કરાયેલા 18 ટ્રેડમાંથી એક સાથે સંબંધિત હોવો જોઈએ.

-અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ.

-માન્ય સંસ્થામાંથી સંબંધિત વેપારમાં પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.

-યોજનામાં સમાવિષ્ટ 140 જ્ઞાતિઓમાંથી એક હોવો જોઈએ.

આ દસ્તાવેજોની જરૂર પડશે

-આધાર કાર્ડ

-પાન કાર્ડ

-આવક પ્રમાણપત્ર

-જાતિ પ્રમાણપત્ર

-ઓળખપત્ર

-સરનામાનો પુરાવો

-પાસપોર્ટ સાઇઝનો ફોટો

-બેંક પાસબુક

-માન્ય મોબાઇલ નંબર

આ અરજી કરવાની પ્રક્રિયા છે 

-સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in પર જાવ

-PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હોમપેજ પર દેખાશે.

-અહીં હાજર Apply Online વિકલ્પ લિંક પર ક્લિક કરો.

-હવે અહીં તમારે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે

-રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે.

-આ પછી રજીસ્ટ્રેશન ફોર્મને સારી રીતે વાંચો અને તેને સંપૂર્ણ રીતે ભરો.

-ભરેલા ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

-હવે ફોર્મમાં દાખલ કરેલી માહિતીને ફરી એકવાર તપાસો અને સબમિટ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget