Wayanad By Election Results 2024: વાયનાડમાં શરૂઆતના વલણોમાં પ્રિયંકા ગાંધીએ મેળવી લીડ, 460 મતથી આગળ
કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા
Wayanad By Election Results 2024: દેશની બે અત્યંત મહત્વની લોકસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ પણ આજે જાહેર થવાના છે. આ બે બેઠકોમાંથી સૌથી મોટી કેરળની વાયનાડ બેઠક છે, જ્યાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડ્યા છે. અહીં તેમનો સીધો મુકાબલો ડાબેરી મોરચા (CPI)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ સાથે છે. નવ્યા હરિદાસ કોઝિકોડની મ્યુનિસિપલ કાઉન્સિલર છે. વાસ્તવમાં કેરળની વાયનાડ સંસદીય સીટ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેઓ વાયનાડ અને રાયબરેલી બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને બંને જગ્યાએથી જીત્યા હતા. બાદમાં રાહુલે વાયનાડ સીટ છોડવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા. મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પર પણ મતગણતરી ચાલી રહી છે. બંને બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણીની મતગણતરીના શરૂઆતના વલણોની વાત કરીએ તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 460 મતોથી આગળ છે. આ મતવિસ્તારમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભાજપના નવ્યા હરિદાસ અને ડાબેરી મોરચા (સીપીઆઈ)ના સત્યન મોકેરી સામે ચૂંટણી લડી રહ્યા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડમાં 72.92 ટકા મતદાન થયું હતું. 2019માં આ સીટ પર 80.33 ટકા મતદાન થયું હતું. રાહુલ ગાંધી 2019માં પહેલીવાર વાયનાડથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટીની નવ્યા હરિદાસ વચ્ચે ટક્કર છે. આ સિવાય કેરળની પલક્કડ અને ચેલાક્કારા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર કરાશે. સાથે જ ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, પંજાબ, બિહાર અને કર્ણાટકની ચાર-ચાર, મધ્ય પ્રદેશ અને કેરળની બે બે બેઠક સાથે છત્તીસગઢ, મેઘાલયની એક એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પણ આજે પરિણામ જાહેર કરાશે.
આ પણ વાંચોઃ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું