શોધખોળ કરો
Advertisement
Weather Updates: દેશના કયા-કયા રાજ્યોમાં હળવાથી લઈને ધોધમાર વરસાદ પડી શકે છે? હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણાં વિસ્તારોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. દેશના ઘણાં રાજ્યોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણાં વિસ્તારોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. રાજધાની સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગિલગિત-બાલિસ્તાન, મુજફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના ઘણાં વિસ્તારો, ઉત્તર પ્રદેશન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંચ ગંગીય પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાયલસીમા અને લક્ષદ્વીપ પર સિસ્મટ સક્રિય રહેશે અને ઘણાં ભાગોમાં ભારેથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર કોંકણ ગોવા, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને આંદમાન-નિકોબારના ઘણાં ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ભારત પર આગામી બેથી ત્રણ દિવસમાં બંગાળની ખાડીમાંથી આવનાર હવા અને અરબ સાગરથી આવનાર દક્ષિણ-પશ્ચિમી હવાઓનું મિલન થતું રહેશ. આની વચ્ચે ચોમાસું સક્રિય બન્યું છે. આ બન્નેના કારણે આગામી 24 કલાક દિલ્હી-એનસીઆરમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement