(Source: ECI/ABP News/ABP Majha)
West Bengal Assembly Elections: ભાજપના પૂર્વ કદ્દાવર નેતા TMCમાં જોડાયા, જાણો કોણ છે
જોકે આજે ભાજપના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિંહા તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા હતા.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન અનેક નેતાઓ, એક્ટ્રેસ ભાજપમાં જોડાયા છે. જોકે આજે ભાજપના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિંહા તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા હતા.
વાજપેયી સરકારમાં રહી ચુક્યા છે નાણામંત્રી
ભાજપના વરિષ્ઠ નેતા અને વાજપેયી સરકારમાં નાણાંમંત્રી રહી ચુકેલા યશવંત સિન્હાએ જીએસટી લાગુ થયા બાદ સ્વ. અરૂણ જેટલી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, GST લાગૂ કરતી વખતે નાણાંમંત્રીએ મગજનો ઉપયોગ નથી કર્યો. GSTને લઇને દરરોજ બદલાવો આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ તેમને બરતરફ કરવા જોઇએ.
મોદી સરકારની કરતા રહ્યા છે ટીકા
પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અને ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિન્હાએ અર્થતંત્રને લઈ સરકારની આખરી ટીકા કરતા રહ્યા છે. એક સમયે. તેમણે કહ્યું હતું કે, આર્થિક મંદીના કારણે કેન્દ્ર સરકાર "નાદારીની અણી" પર પહોંચી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં માંગમાં મોટો ઘટાડો થવાને કારણે અર્થવ્યવસ્થા અત્યાર સુધીના સૌથી ખરાબ સંકટમાંથી પસાર થઈ રહી છે.
હાર્દિક પટેલને લઈ કહી હતી આ વાત
બે વર્ષ પહેલા ગુજરાતના રાજકોટ ખાતે હાર્દિક પટેલની ખેડૂત સત્યાગ્રહ સભામાં હાજરી આપવા આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, હાર્દિક અને તેની ટીમની ખેડૂતલક્ષી કામગીરી જોઈને હું ખૂબ પ્રભાવિત થયો છે. હાર્દિક તેની ખાસિયતોના કારણે ભારતના રાજકારણમાં ખૂબ આગળ વધી શકશે. હાર્દિકના સ્વરૂપમાં ગુજરાતને એક સારું નેતૃત્વ મળ્યું છે.