Covid 19 Restrictions: દેશના આ રાજ્યમાં કડક પ્રતિબંધો લાગૂ, સ્કૂલ-કૉલેજથી લઈ જિમ-પાર્લર બધુ બંધ, જાણો
પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ખતરો વધી ગયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકારે નવા કોરોના પ્રતિબંધો લાગૂ કર્યા છે.
West Bengal Omicron Cases: પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ખતરો વધી ગયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકારે નવા કોરોના પ્રતિબંધો લાગૂ કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે નિવેદન જાહેર કરી કહ્યું કે કાર્યાલયોમાં 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી માત્ર જરુરિયાતની સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ એચ કે દ્રિવેદીના (West Bengal Chief Secretary H K Dwivedi) મુજબ રાજ્યમાં લોકલ ટ્રેન (Kokata Local) સોમવારથી 50 ટકા ક્ષમતા સાથે સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. જિમ પણ બંધ (Gym Parlor closed) રહેશે. કાલથી તમામ સ્કૂલ કૉલેજ, યુનિવર્સિટી, સ્પા, સલુન, બ્યૂટી પાર્લર, ચિડિયાઘર અને મનોરંજન પાર્કને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળ (West Bengal) માં એક જાન્યુઆરીએ ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 16 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યુંકે એક સંક્રમિત ઓરિસ્સાથી આવ્યો હતો, જ્યારે એક અન્ય વ્યક્તિ પ્રદેશના ઉત્તર 24 પરગના જિલ્લાના પેટ્રોપોલમાં ભારત-બાંગ્લાદેશ અંતરરાષ્ટ્રીય સરહદ પર ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યો હતો.અધિકારીએ જણાવ્યું કે બંને સંક્રમિતોની સારવાર કોલકાતામાં ચાલી રહી છે.
નૈનીતાલની આ સ્કૂલમાં 82 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં હડકંપ, જાણો વિગત
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાંથી ડરામણા સમાચાર આવ્યા છે. નૈનીતાલ જિલ્લાની નવોદય વિદ્યાલયમાં 82 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે કેટલાક બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શાળાના આચાર્ય સહિત કેટલાક પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ 488 બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે 82 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના ચાર નવા કેસ
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના ચાર નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1525 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 145,44,13,005 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 25,75,225 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કુલ કેસઃ 3 કરોડ 48 લાખ 89 હજાર 132
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 84 હજાર 561
એક્ટિવ કેસઃ 1 લાખ 22 હજાર 801
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 81 હજાર 770