શોધખોળ કરો
પશ્ચિમ બંગાળઃ ખુલ્લામાં શૌચ કરી રહેલા વ્યક્તિને હાથીએ આપી ‘સજા’, જાણો વિગત
ખુલ્લામાં શૌચ કરી રહેલા ખેડૂતને કોઇ ગ્રામીણ કે અધિકારીએ કંઇ નહોતું કર્યું પરંતુ એક હાથીએ સજા આપી હતી. હાથી ખેડૂતને પોતાની સૂંઢમાં ઉઢાવી લીધો અને 50 મીટર દૂર લઇ જઇ ફેંકી દીધો હતો.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ખુલ્લામાં શૌચ કરવું બુધવારે એક વ્યક્તિને ભારે પડી ગયું હતું. ખુલ્લામાં શૌચ કરી રહેલા ખેડૂતને કોઇ ગ્રામીણ કે અધિકારીએ કંઇ નહોતું કર્યું પરંતુ એક હાથીએ સજા આપી હતી. હાથી ખેડૂતને પોતાની સૂંઢમાં ઉઢાવી લીધો અને 50 મીટર દૂર લઇ જઇ ફેંકી દીધો હતો. 55 વર્ષીય ખેડૂત નિરંજન સાહિશની હાલત ખતરાથી બહાર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ખેડૂતને ફેંક્યા બાદ હાથી જંગલમાં ચાલ્યો ગયો હતો. ઘટના બાદ ખેડૂત જમીન પર પડી રહ્યો હતો. બાદમાં વન વિભાગના અધિકારીએ ખેડૂતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. નિરંજનને પગ અને પીઠમાં ઇજા થઇ છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. વન વિભાગના અધિકારીનું કહેવું છે કે ખોરાકની શોધમાં હાથી ગામ તરફ આવી ગયો હતો, પરંતુ વ્યક્તિને જોઇ ભડક્યો અને આ ઘટના બની. ગામલોકોના કહેવા મુજબ નિરંજન સાહિશ દરરોજની જેમ બુધવારે પણ શૌચ માટે ખુલ્લા ખેતરમાં ગયો હતો. PM મોદી સામે વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય કોણ છે ? જાણો વિગત સચિન તેંડુલકરને BCCIએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















