![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mid Day Meal: મધ્યાહન ભોજનમાંથી નીકળ્યો મરેલો સાપ, 30થી વધારે બાળકો બીમાર, જાણો વિગત
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર દીપાંજન જાનાએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન લીધા પછી ઘણા ગ્રામજનો બીમાર પડવાની ફરિયાદો મળી હતી
Snake In Mid-Day Meal: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની એક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક મૃત સાપ મળી આવ્યો. આ ખોરાકથી 30 થી વધુ બાળકો બીમાર પડ્યા છે. બાળકોને અચાનક ઉલ્ટી થવા લાગી. આ પછી તેને રામપુરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ખોરાક બનાવનાર શાળાના કર્મચારીએ દાવો કર્યો હતો કે દાળથી ભરેલા કન્ટેનરમાં સાપ જોવા મળ્યો હતો.
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર દીપાંજન જાનાએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન લીધા પછી ઘણા ગ્રામજનો બીમાર પડવાની ફરિયાદો મળી હતી. તેમણે આ માહિતી પ્રાથમિક શાળાઓના જિલ્લા નિરીક્ષકને આપી છે. અધિકારીએ જણાવ્યું કે એક બાળક સિવાય તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે ખતરાની બહાર છે.
વાલીઓએ મુખ્ય શિક્ષકનો ઘેરાવ કર્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે માતા-પિતાએ શાળાનો ઘેરાવ કર્યો અને મુખ્ય શિક્ષકની કારમાં તોડફોડ કરી. જોકે, બાદમાં મામલો થાળે પડ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે બાળકો હવે ખતરામાંથી બહાર છે. હવે માત્ર એક જ બાળક હોસ્પિટલમાં દાખલ છે.
West Bengal | Snake found in mid-day meal at a school in Birbhum
— ANI (@ANI) January 12, 2023
It happened in Mandalpur Primary School. All the students were taken to a hospital. I also went to the hospital & talked to the parents. Students are fine now: P Nayek, Chairman, Dist Primary School Council (11.01) pic.twitter.com/EXr3aB6x2F
CMએ મધ્યાહન ભોજનમાં માંસ આપવાની જાહેરાત કરી હતી
પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મધ્યાહન ભોજનમાં માંસ અને ઈંડાનો સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ફળો અને ચિકન મીટ આપવા માટે રૂ. 372 કરોડ ફાળવ્યા છે. હવે આ બધાની વચ્ચે ખોરાકમાં સાપ મળી આવવાની ઘટનાએ રાજ્ય સરકાર પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે
AMC માં વિપક્ષ નેતા ક્યારે બદલાશે ?
અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ઉત્તરાયણ બાદ બદલાશે. નવ કાઉન્સિલરોએ કરેલી રજુઆત બાદ પ્રદેશ સ્તરેથી નિર્ણય લેવાશે. પ્રમુખ બાદ પ્રભારી સાથે નવ કાઉન્સિલરો બેઠક કરવાની તૈયારીમાં છે.
પ્રદેશ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને વિપક્ષ નેતા બદલવા બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)