મ્યુકોરમાઇકોસિસ બીમારી શું છે? શરૂઆતના આ લક્ષણો બ્લેક ફંગસના આપે છે સંકેત, ન કરો નજરઅંદાજ
મ્યુકોરમાઇકોસિસ એક ફંગસ ઇન્ફેકશન છે. આ બીમારી સામાન્ય રીત ભાગ્યે જ થતી બીમારી છે. જેમની ઇમ્યૂનિટી સિસ્ટમ ડાઉન હોય તેવી વ્યક્તિમાં આ બીમારીની શક્યતા રહે છે. મ્યુકોરમાઇકોસિસિ થવાના અન્ય કારણો પણ છે. જો શરૂઆતમાં તેના લક્ષણો પારખીને ઇલાજ કરવામાં આવે તો જિંદગી બચાવી શકાય છે.
Mucormycosis:મ્યુકોરમાઇકોસિસ એક ફંગસ ઇન્ફેકશન છે. આ બીમારી સામાન્ય રીત ભાગ્યે જ થતી બીમારી છે. જેમની ઇમ્યૂનિટી સિસ્ટમ ડાઉન હોય તેવી વ્યક્તિમાં આ બીમારીની શક્યતા રહે છે. મ્યુકોરમાઇકોસિસિ થવાના અન્ય કારણો પણ છે. જો શરૂઆતમાં તેના લક્ષણો પારખીને ઇલાજ કરવામાં આવે તો જિંદગી બચાવી શકાય છે.
મ્યુકોરમાઇકોસિસ એક બ્લેક ફંગસ છે. આ બીમારી ફંગસના ઇન્ફેશનથી થાય છે. આ બીમારની શરૂઆત સાયનસથી થાય છે. મ્યુકોમાઇકોસિસનું સ્ંક્રમણ સાયનસથી શરૂ થઇને આંખ મોં અને કાન અને બ્રેઇન સુધી ઝડપથી ફેલાય છે. સંક્રમણ જ્યાં શરીરમાં વધી જાય. છે. તેના ટીસ્યૂને ડેમેજ પહોંચાડે છે. આ સ્થિતિના કારણે મ્યુકોરમાઇકોસિસના કેટલાક દર્દીની આંખ કે જડબું કાઢવાની નોબત આવે છે. મગજ સુધી મ્યુકોર માઇકોસિસસ ફેલાઇ જતાં દર્દીનું જીવ પણ જઇ શકે છે.
મ્યુકોરમાઇકોસિસમાં 50ટકા મોતનું જોખમ છે એટલે 100માંથી 50 દર્દી આ બીમારીમાં મોતને ભેટે છે. જો કે શરૂઆતના પિરિયડમાં જો તેના લક્ષણોની જાણ થઇ જાય તો આ બીમારીને સારવારથી ઠીક કરી શકાય છે. તો જાણીએ મ્યુકોરમાઇકોસિસના શરૂઆતના લક્ષણો ક્યાં છે.
મ્યુકોરમાઇકોસિસના પ્રારંભિક લક્ષણો
મ્યુકોરમાઇકોસિની બીમારીમાં એવા કેટલાક પ્રારંભિક લક્ષણો છે. જે આ બીમારીના સંકેત આપે છે.. પ્રારંભિક સાંકેતિક લક્ષણોની વાત કરીએ તો ફંગસની શરૂઆત નાકથી થાય છે. નાકમાં બ્લડ આવવું કે મરેલું લોહી નીકળે તો આ બ્લેક ફંગસ ઇન્ફેકશનના કારણે હોઇ શકે છે, નાક બાદ તેની અસર આંખની આસપાસ જોવા મળે છે. આંખની આસપાસ દુખાવો થાય. આંખ લાલ થઇ જવું. આંખમાં પાણી આવવી. કફિંગ થવી. તાવ આવવો. કેટલાક કેસમાં બ્લડની વોમિટ પણ થાય છે.
મ્યુકોરમાઇકોસિસના થવાના કારણો શું છે?
મ્યુકોરમાઇકોસિસ થવાનું સૌથી મોટું કારણ સ્ટીરોઇડ દવાનો ઓવરડોઝ છે. સ્ટીરોઇડના ઓવરડોઝથી ઇમ્યુન સિસ્ટમ લો થઇ જાય છે. ઇમ્યૂન સિસ્ટમ લો થતા આ બ્લેક ફંગસ શરીર પર હાવિ થઇ જાય છે. ડાયાબીટિશના દર્દીને મ્યુકોરમાઇકોસિસ થવાની વધુ શક્યતા છે. બ્લડ શુગર અનકંટ્રોલ રહેતું હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. ઉપરાંત લાંબા સમય સુધી આસીયૂમાં રહેલા પેશન્ટ અને ઓક્સિજન પર રહેલા દર્દીઓને પણ આ સમસ્યા થઇ શકે છે. ઓક્સિજનના સાધનો સ્ટીરલ કરેલા ન હોય આ સ્થિતિમાં મોશ્ચરના કારણે માસ્ક અને ઓક્સિજન પાઇપમાં ફંગસ થાય છે, જે દર્દીના નાકમાં પ્રવેશતાં મ્યુકોરમાઇકોસિસના તે શિકાર બને છે.
બચાવ માટે શું કરશો
ઓક્સિજન માટે વપરાતા સાધનો સ્ટીરલ કરવા જોઇએ. ઓક્સિજ આપતી વખતે ક્લિન સ્ટરીલ વોટર જ વાુરઉપરાંત કોવિડ બાદ બ્લડ શુગર લેવર ચેક કરાવવું. સ્ટીરોઇડનો ઉપોયોગ શક્ય તેટલો ટાળવો જોઇએ. એન્ટીબાયોટિંક્સ ટેબલેટનો વધુ પડતો ઉપયોગ શકય હોય ત્યાં સુધી ટાળવો જોઇએ,. મ્યુકોરમઇકોસિસની ગંભીર સ્થિતિથી બચવા માટે શરૂઆતના લક્ષણોને ઇગ્નોર ન કરવા જોઇએ.