કોરોનાની ત્રીજી લહેર કેટલી ઘાતક હશે ? એઈમ્સ અને WHOએ સાથે મળીને કર્યું રિસર્ચ
શહેરી વિસ્તારમાં 1000 લોકોમાંથી 748 સીરો પોઝિટિવ મળી આવ્યા હતા
નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં દિલ્હી એઈમ્સની આગેવાનીમાં WHOએ કોરોના સાથે જોડાયેલ એક સંશોધનની શરૂઆત કરી હતી. આ સંશોધનના ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. આ રિસર્ચ અનુસાર, જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તેની બાળકો પર વધારે અસર નહીં પડે. એઈમ્સ અને WHOએ સાથે મળીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની કેટલી અસર થશે.
તેના માટે દિલ્હી, ભુવનેશ્વર, ગોરખપુર, પુડુચેરી, અગરતલામાં સીરો સર્વે કરાવવામાં આવ્યો હતો અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનાથી એ વાતનો અંદાજ લગાવવી શકાય છે કે કેટલા લોકોને અજાણતા જ કોરોનાનો ચેપ લાગી ગયો છે અને તેના શરીરમાં એન્ટીબોડી બની ગઈ છે.
શહેરી વિસ્તારમાં 1000 લોકોમાંથી 748 સીરો પોઝિટિવ મળી આવ્યા હતા. એટલે કે એ અંદાજ લગાવવામાં આવ્યો કે 74.7 ટકા લોકોમાં એન્ટીબોડી બની. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 3508 લોકો પર સંશોધન થયું, તેમાંથી 2063 લોકો સીરો પોઝિટિવ મળી આવ્યા. એટલે કે 58.8 ટકા લોકોના શીરમાં કોરોનાની એન્ટીબોડી મળી.
ત્રીજી લહેરમાં બાળકોને જોખમ ઓછું
આ અભ્યાસમાં વચગાળાના રિપોર્ટ અનુસાર વયસ્ક લોકો અને બાળકોમાં સંક્રમણ એકસરખું લાગ્યું છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 55.7 ટકા અને 18 વર્ષ અથવા તેનાથી વધારે 63.5 ટકા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેનો મતલબ એ થયો કે ત્રીજી લહેરમાં બાળકો પર જોખમની જે વાત કહેવામાં આવી રહી છે તેવું કંઈ નહીં થાય.
જાણકારોનું માનીએ તો સ્ટડીના પરિણામ એ જણાવે છે કે દેશની મોટી જનસંખ્યા કોરોના વિરૂદ્ધ એન્ટીબોડી વિકસિત કરી ચૂકી છે. તેનો મતલબ એ નથી કે તમે બેદરકાર બની જાવ કારણ કે વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યું છે. એવામાં જોખમ હજું પણ છે.
Gujarat Corona cases: રાજ્યમાં નોંધાયા કોરોનાના નવા 283 કેસ, 770 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત