શોધખોળ કરો

Corona vaccine: બાળકો માટે નોવાવૈક્સ વેક્સિનની જુલાઈથી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી શકે છે સીરમ ઇન્સ્ટિટ્યુટ

ઓક્સફોર્ડની કોરોના રસી ભારતમાં એસ્ટ્રાજેનિકાના સહયોગથી તૈયાર કરી રહેલી પુણે સ્થિત દેશની સૌથી મોટી દવા બનાવતી કંપની સીરમ ઈન્સસ્ટીટ્યૂટની યોજના હવે નોવાવૈક્સ વેક્સિનની ટ્રાયલ બાળકો પર કરવાની છે.

નવી દિલ્હી: ઓક્સફોર્ડની કોરોના રસી ભારતમાં એસ્ટ્રાજેનિકાના સહયોગથી તૈયાર કરી રહેલી પુણે સ્થિત દેશની સૌથી મોટી દવા બનાવતી કંપની સીરમ ઈન્સસ્ટીટ્યૂટની યોજના હવે નોવાવૈક્સ વેક્સિનની ટ્રાયલ બાળકો પર કરવાની છે.  સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ જુલાઈમાં બાળકો માટે નોવાવૈક્સ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી છે. આ જાણકારી સૂત્રોના હવાલાથી મળી છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નોવૈવાક્સ રસીના સંદર્ભમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યુ હતુ કે નોવાવૈક્સ વેક્સિનના પ્રભાવ સંબંધી આંકડા ઉત્સાહનજક છે. નોવાવૈક્સના જાહેર રૂપથી ઉપલબ્ધ આંકડા પણ તે સંકેત આપે છે કે તે સુરક્ષિત અને વધુ અસરકારક છે. તેમણે કહ્યું કે, આજે ભારત માટે આ રસીની પ્રાસંગિકતા એ છે કે તેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે સીરમ તેની બાળકો પર પણ ટ્રાયલ શરૂ કરશે. 

અમેરિકન બાયોટેકનોલોજી કંપની નોવાવૈક્સે સોમવારે દાવો કર્યો કે, ત્રીજા તબક્કાની ટ્રાયલમાં તેની કોરોના વિરોધી વેક્સિન સમગ્ર રૂપથી 90.4 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીએ તે પણ કહ્યું કે સંક્રમણના મધ્યમ અને ગંભીર લક્ષણો વિરુદ્ધ તે સો ટકા સુરક્ષા પ્રદાન કરે છે. કંપનીએ કહ્યું કે, ત્રીજા તબક્કાની ટ્રાયલ અમેરિકા અને મેક્સિકોના 119 કેન્દ્રો પર 29960 લોકો પર કરવામાં આવી. અંતિમ તબક્કામાં વેક્સિનના પ્રભાવ, સુરક્ષા અને રક્ષણનું આકલન કરવામાં આવ્યું. 

કંપની પ્રમાણે કોરોનાના વિભિન્ન વેરિએન્ટ વિરુદ્ધ પણ વેક્સિન અસરકારક છે. નોવાવૈક્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટૈનલી સી. અર્કે કહ્યુ કે, કંપનીની એનવીએક્સ-સીઓવી2373 અત્યંત અસરકારક છે અને મધ્યમ તથા ગંભીર સંક્રમણ વિરુદ્ધ સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. પ્રોટીન આધારિત આ વેક્સિનને કોરોના વાયરસના પ્રથમ સ્ટ્રેનના જીનોમ સિક્વેન્સથી તૈયાર કરવામાં આવી છે. કંપની પ્રમાણે તેની વેક્સિનને સ્ટોરેજ કરવી પણ સરળ છે. તેને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ એટલે કે સામાન્ય ફ્રીઝમાં રાખી શકાય છે. તેના કારણે વેક્સિન માટે હાલની સપ્લાય ચેનમાં કોઈ પ્રકારના ફેરફારની જરૂર પડશે નહીં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન

Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો

શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Panchmahal News । દાહોદમાં કમોસમી વરસાદને કારણે બગડ્યો શુભપ્રસંગAmreli News । અમરેલીના વાવડીમાં શ્વાનનો શિકાર કરવા જતા દીપડો કુવામાં ખાબક્યોAnand News । આણંદ જિલ્લામાં શેતરંજી કૌભાંડમાં 9 વર્ષ બાદ કરાઈ કાર્યવાહીGir Somnath । વેરાવળના મફતિયાપરા વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ

પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી

આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે

PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ

Embed widget