વ્હોટસઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક 6 કલાક રહ્યું બંધ, ટવિટર પર મીમ્સ થયા વાયરલ, લોકો આ રીતે લઇ રહ્યાં છે મજા
Facebook, Instagram, WhatsApp : ફેસબુક, વ્હોટસએપ અને ઇસ્ટ્રાગ્રામ અને મેસેન્જર સોમવારે બંધ થઇ જતાં હવે આ મામલે યુઝર્સ જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે
Facebook, Instagram, WhatsApp : ફેસબુક, વ્હોટસએપ અને ઇસ્ટ્રાગ્રામ અને મેસેન્જર સોમવારે બંધ થઇ જતાં હવે આ મામલે યુઝર્સ જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ છ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા બાદ ફરી કામ કરવાનું શરૂ કર્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની વેબસાઇટ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જોકે સાઇટ હજુ ધીમી છે. કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને સંપૂર્ણપણે ઠીક થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.
ફેસબુક, વ્હોટસએપ અને ઇસ્ટ્રાગ્રામ અને મેસેન્જર સોમવારે બંધ થઇ જતાં હવે આ મામલે યુઝર્સ જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જેના પગલે સોશિયલ મીડિયા પર મીમ્સનું જાણે પુર આવ્યું છે.
ફેસબુક, વ્હોટસઅપ, ઇન્સ્ટાગ્રામ ઠપ થઇ જતાં ટવિટર પર લોકો ખૂબ મજા લઇ રહ્યાં છે. ફેસબુક વ્હોટઅસપ, ઇન્સ્ટાગ્રામ, લઇને મીમ્સ મોકલી રહ્યાં છે. #DeleteFacebook, #serverdown, #MarkZuckerberg, #FacebookDown જેવા હેશટેગ પણ વાયરલ થઇ રહ્યાં છે.
Facebook and Instagram users coming to Twitter right now #serverdown#Instagram #facebookdown
— Param (@MSDianParam7) October 4, 2021
pic.twitter.com/vceh7sTBaC
Twitter User Vs Other social media #facebookdown #MarkZuckerberg#DeleteFacebook #instadown#WhatsApp #whatsappdown pic.twitter.com/oXzwXjNNmI
— 💪AHMED (@PMLN_LOVER1) October 4, 2021
👇😅😅🤪🤪😂 pic.twitter.com/vuE2j6Edjx
— AMJAD MAJEED (@AmjadMajeed335) October 4, 2021
People coming to twitter to check what's wrong with WhatsApp ,Facebook and twitter🥺🤣🤣💔 #facebookdown #DeleteFacebook pic.twitter.com/1yCkflmvjy
— Nompha raphalalani (@Nompharaphalal1) October 4, 2021
Facebook and Instagram down
— निर्मल (@nirmal_maraiya) October 4, 2021
Mark Zuckerberg right now... #serverdown#facebookdown #instagramdown pic.twitter.com/ZqHfkXbFdI
ફેસબુકે ટ્વિટર પર કહ્યું, 'અમે દિલગીર છીએ. વિશ્વભરના લોકો અને વ્યવસાયો આપણા પર નિર્ભર છે. અમે અમારી એપ્લિકેશન્સ અને સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમને એ જણાવવામાં આનંદ થાય છે કે તેઓ ફરીથી ઓનલાઈન થયા છે. અમારી સાથે રહેવા બદલ આભાર.' ઈન્સ્ટાગ્રામ પરથી ટ્વીટ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે, 'ઈન્સ્ટાગ્રામ ધીરે ધીરે છે પણ ચોક્કસ હવે પાછું આવી રહ્યું છે. અમારી સાથે રહેવા બદલ આભાર અને તમને રાહ જોવા માટે માફ કરશો.
ટ્વિટર પણ ડાઉન
સોમવારે રાત્રે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની સેવા પણ થોડા સમય માટે બંધ હતી, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સાઇટ્સ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ, ત્યારે બધા યુઝર્સે ટ્વિટર તરફ વળવાનું શરૂ કર્યું. મર્યાદા કરતા વધારે લોકોએ ટ્વિટર પર પોતાની સમસ્યાઓ શેર કરી અને મીમ્સનું પૂર આવ્યું.
ટ્વિટરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "કેટલીક વખત સામાન્ય કરતા વધારે લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. અમે આવા સમય માટે તૈયાર છીએ, પરંતુ આ વખતે વસ્તુઓ યોજના મુજબ ન હતી. કદાચ તમારામાં કેટલાક લોકોને સંદેશાનો જવાબ આપવા અને જોવામાં સમસ્યા આવી હશે. આ સમસ્યા છે હવે સમાપ્ત થયું. અસુવિધા બદલ માફ કરશો.