યૂપી જતાં આ 11 રાજ્યોના લોકોએ બતાવવો પડશે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ
યૂપીમાં કોરોનાની થર્ડ વેવ લગભગ અંતના આરે છે. જો કે રાજ્ય સરકારે આગળ જતાં પણ સંક્રમણ ન ફેલાય તે માટે કેટલાક સખત નિયમો ઘડ્યાં છે.
યૂપીમાં કોરોનાની થર્ડ વેવ લગભગ અંતના આરે છે. જો કે રાજ્ય સરકારે આગળ જતાં પણ સંક્રમણ ન ફેલાય તે માટે કેટલાક સખત નિયમો ઘડ્યાં છે. આ 11 રાજ્યોએ યૂપી જવા માટે પહેલા કોવિડનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
ઉત્તરપ્રદેશમાં 11 રાજ્યોથી જતાં આવનાર લોકો માટે કોરોનાનો નેગિટિવ રિપોર્ટ ફરજિયાત બનાવાયો છે,. આ રિપોર્ટ ઓછામાં ઓછો 4 દિવસથી વધુ જૂનો ન હોવો જોઇએ. કોરોના સંક્રમણ ફરી ઘાતક સ્વરૂપ ન લે માટે આ નિર્ણય લેવાયો છે. આ 11 રાજ્યોમાં જે રાજ્યોમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ત્રણ પતિશતથી વધુ છે તે રાજ્યો સામેલ છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, ગૌવા,મણિપુર, મિજોરમ, મેઘાલય, નાગાલેન્ડ અરૂણાચલપ્રદેશ સામેલ છે.
બસ સ્ટેશન, રેલવે સ્ટેશન હવાઇ મથક પર થશે તપાસ
ઉત્તર પ્રદેશમાં સંક્રમણને ફેલાતું રોકવા માટે જે 11 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ વધુ છે તે રાજ્યોમાં આવતા લોકોએ કોરોના વેક્સિનેશનના બંને ડોઝ લીધેલાનું પ્રમાણપત્ર અથવા તો કોરોનાના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ 11 રાજ્યોથી આવતા લોકો માટે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન હવાઇ મથક પર તપાસ થશે
છેલ્લા 24 કલાકમાં 61 કેસ નોંધાયા
ઉલ્લખનિય છે કે, કોરોના સંક્મણની બીજી લહેર લગભગ ખતમ થઇ ગઇ છે. એક્ટિવ કેસની સંખ્યા અને આ સાથે જ મૃત્યુદરની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્રાર જાહેર કરાયલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં યૂપીમાં 61 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ?
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 345 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 340 લોકો સ્ટેબલ છે. 8,14,223 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.