શોધખોળ કરો
Advertisement
WHO એક્સપર્ટે કહ્યું- 2021ની શરૂઆત પહેલા કોરોનાની રસી મળવી મુશ્કેલ
WHO સંભવિત રસી સુધી પહોંચ અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરવા માટે કામ કરી રહ્યું છે.
જીનીવાઃ રિસર્ચર્સ કોવિડ-19 વિરૂદ્ધ વેક્સીન વિકસિત કરવામાં સારી પ્રગતિ કરી રહ્યા છે. કેટલાક લેટ સ્ટેજ ટ્રાયલમાં પણ છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એક્સપર્ટે બુધવારે કહ્યું કે, તેનો પ્રથમ પ્રયોગ 2021 સુધી થવાની આશા ન કરી શકાય. WHOના ઇમરજન્સી પ્રોગ્રામ ચીફ માઇક રયાને કહ્યું કે, WHO નિષ્પક્ષ વેક્સીન વિતરણ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે, પરંતુ આ વચ્ચે વાયરસનો પ્રસાર રોકવો પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વભરમાં રોજ કેસ ઝડપથી વધી રહ્યા છે.
માઇક રયાને કહ્યું કે, આપણે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. અનેક રસી હવે ફેઝ-3 ટ્રાયલમાં હતી અને તેમાં સેફ્ટી અને ઇમ્યુનિટી રિસ્પોન્સ જનરેટ કરવામાં કોઈપણ નિષ્ફળ નથી થયા. સોશિયલ મીડિયા પર એક પબ્લિક ઇવેન્ટમાં તેમણે કહ્યું કે, “વાસ્તવિક રીતે આ આગામી વર્ષથી શરૂઆતમાં થવા જઈ રહી છે, જ્યારે આપણે લોકોને રસી આપવાનું શરૂ કરીશું.”
રસી બધા માટે
રયાને કહ્યું કે, WHO સંભવિત રસી સુધી પહોંચ અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરવા માટે કામ કરી રહ્યું છે. આપણે આ મામલે નિષ્પક્ષ રહેવાની જરૂરીત છે, કારણ કે આ એક વૈશ્વિક ઉત્પાદન છે. આ મહામારીની રસી ન તો અમીરો માટે ન તો ગરીબો માટે છે પરંતુ આ બધા માટે છે.
અમેરિકા ખરીદશે 100 મિલિયન ડોઝ
રસી બનાવી રહેલ કંપનીઓ અનુસાર, અમેરિકામાં સરકાર કોવિડ-19 રસીના 100 મિલિયન ડોઝ ખરીદવા માટે 1.95 બિલિયન ડોલરની ચૂકવણઈ કરશે. આ રસી ફાઈઝર ઇંક અને જર્મન બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે.
કોવિડ-19ના નિયંત્રણમાં આવે ત્યાં સુધી રેયાને સ્કૂલો ફરીથી ખોલવા પર ચેતવણી આપી છે. નોંધનીય છે કે, અમેરિકામાં સ્કૂલો ફરીથી શરૂ કરવા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યાં ત્યાં ડઝનો જેટલા રાજ્યોમાં મહામારી ફેલાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement