શોધખોળ કરો

લોકડાઉનમાં છૂટછાટ આપવા પર WHOની ગંભીર ચેતવણી, કહ્યું- બેદરકારીથી પાછો આવશે કોરોના

વિશ્વભરમાં અત્યાર સુધી 38 લાખ કેસ સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધી તેનાથી અઢી લાખથી વધારે લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકડાઉનમાં છૂટ આપવાની શરૂઆત થઈ ગઈ છે. કહેવાય છે કે, વિશ્વમાં કોરોનાનો પ્રથમ તબક્કો વિતી ગયો છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે વિશ્વભરમાં સરકાર કોરોનાને ગંભીરતાથી લે. થોડી પણ બેદરકારીથી દેશમાં ફરીથી લોકડાઉન લગાવવા માટે મજબૂર થવું પડી શકે છે. ભારત મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે માટે આવી તસવીર મોટા પાયે જોવા મળશે પરંતુ અન્ય દેશોની સ્થિતિ પણ અલગ નથી. અમેરિકામાં લોકડાઉનમાં છૂટ મળતા જ સમુદ્ર કિનારો પર લોકોની ભીડ થઈ હતી. વિશ્વના અલગ અલગ દેશમાં લોકાડઉનમાં પોત પોતાની રીતે છૂટ આપી રહ્યા છે. ત્યાર બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ ચેતવણી આપી છે કે જો લોકડાઉન ખોલવામાં બેદરકારી થઈ તો ફરીથી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે. WHOના ડાયરેક્ટર ટેડરોઝ ગેબ્રેયેસોને કહ્યું, “લોકડાઉન ફરી લગાવવાનું જોખમ વાસ્તવિક છે. જો દેશ સાવધાની અને તબક્કાવાર રીતે કામ નહીં કરે તો બીમારી પરત ફરવાનો ડર છે.”WHOના ડાયરેક્ટર ડો. થેડરોડનું નિવેદન ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખથા વિશ્વભરમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવી રહી છે. WHOએ સૂચન કર્યું છે કે દેશોએ મુખ્ય હેલ્થ સિસ્ટમમાં રોકાણ કરવું પડશે અને સર્વેલન્સ સિસ્ટમ પર ભાર મુકવો પડશે. તેની સાથે જ ટેસ્ટ અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પર ભાર મુકવો પડશે. વિશ્વભરમાં અત્યાર સુધી 38 લાખ કેસ સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધી તેનાથી અઢી લાખથી વધારે લોકોના મોત થયા છે. અત્યાર પણ રોજ 5000થી વધારે મોત થઈ રહ્યા છે. એવામાં ડર એ છે કે લોકડાઉન હટાવ્યા બાદ આ આંકડો ઝડપથી વધી શકે છે. જ્યારે વિશ્વની સામે વુહાનનું મોડલ પણ છે જ્યાંથી કોરોના ફેલાવવાનું શરૂ થયું હતું પરંતુ લાંબા લોકડાઉન બાદ જનજીવન પાટા પર આવવાનું શરૂ થઈ ગયું છે.

ટોપ સ્ટોરી

"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget