શોધખોળ કરો

Delhi CM Oath Ceremony: દિલ્લી CMના શપથ સમારોહમાં શું અરવિંદ કેજરીવાલને આપવામાં આવશે આમંત્રણ?

Delhi CM Oath Ceremony: હાલમાં ભાજપે દિલ્હીના મુખ્યમંત્રીના નામને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

Delhi CM Oath Ceremony News: દિલ્હીમાં નવી સરકારની રચના અને શપથવિધિની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સૂત્રો પાસેથી મોટી માહિતી બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીને આમંત્રિત કરવામાં આવશે. આ સિવાય દિલ્હીના તમામ 250 ઝૂંપડપટ્ટીવાસીઓ અને વડાઓને આમંત્રિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધાર્મિક નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીના એક લાખ લોકોને આમંત્રિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

નોંઘનિય છે કે,  હજુ સુધી ભાજપે દિલ્હીના મુખ્યમંત્રીના નામને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા વચ્ચે આ સંબંધમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આગામી 100 દિવસમાં થનારી કામગીરી માટે સંકલ્પ લેવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. આ સિવાય 200થી વધુ સાંસદોને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. આ શપથ ગ્રહણ સમારોહમાં આગામી 100 દિવસમાં દિલ્હી માટે થનારી કામગીરીની પ્રતિજ્ઞા માટે  લેવામાં આવશે.

બીજેપીના ધારાસભ્ય દળની બેઠક 19 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે અગાઉ આ બેઠક દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 17 ફેબ્રુઆરીએ મળવાની હતી. દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તારીખ પણ બદલવામાં આવી હતી. અગાઉ આ કાર્યક્રમ 19મી ફેબ્રુઆરીએ યોજવાનું આયોજન હતું, પરંતુ હવે તેને એક દિવસ લંબાવીને 20મી ફેબ્રુઆરીએ યોજાશે.

20 ફેબ્રુઆરીએ યોજાનાર શપથ ગ્રહણ સમારોહની જવાબદારી ભાજપના બે રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને તરુણ ચુગને સોંપવામાં આવી છે. આ બંનેને આ કાર્યક્રમ તેમજ રેલીના સંચાલનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્ટીએ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મુખ્યમંત્રી પદ માટે આ નામો પર ચર્ચા

દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે ભાજપ ટૂંક સમયમાં કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરશે. નિરીક્ષકો દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોનું મતદાન કરશે અને તેના આધારે પાર્ટી દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પદ માટે ઘણા નામો હાલ  ચર્ચામાં છે.  જેમાં નવી દિલ્હી સીટના ધારાસભ્ય પ્રવેશ વર્મા, દિલ્હી બીજેપીના પૂર્વ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયના નામ સૌથી આગળ હોવાનું કહેવાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget