દેશનાં બીજાં ત્રણ મોટાં શહેરોમાં પણ સુપ્રીમ કોર્ટની બેંચ શરૂ કરાશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
પરંતુ શું આ દાવો સાચો છે કે ખોટો? એ જાણવા માટે કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઇબી)ની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી
સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો છે કે કેન્દ્ર સરકારે ચેન્નઈ, બેંગલુરુ અને કોલકાતામાં સુપ્રીમ કોર્ટ માટે બેન્ચ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે.
પરંતુ શું આ દાવો સાચો છે કે ખોટો? એ જાણવા માટે કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઇબી)ની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી. પીઆઈબીની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સંદર્ભે માહિતી શેર કરી છે.
જાણો સત્ય શું છે
પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘#WhatsApp પર એક ફોરવર્ડ કરેલો મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ભારતની સુપ્રીમ કોર્ટની શાખાઓને વધુ ત્રણ સ્થળોએ વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે. #PIBFactCheck: આ દાવો ખોટો છે. સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.’
A forwarded message is being shared on #WhatsApp claiming that the government has decided to expand the branches of the Supreme Court of India to three more locations. #PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) August 10, 2021
▶️This claim is #FAKE.
▶️No such decision has been taken by the government. pic.twitter.com/GFY75FcxSj
તમે પણ આ રીતે કરી શકો છો ફેક્ટ ચેક
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.