શોધખોળ કરો
Advertisement
ઉત્તર ભારતમાં શીતલહેર, દિલ્હીમાં પારો નીચે ગગડીને 6 ડિગ્રી સેલ્યિસસ પહોંચ્યો
હવામાન વિભાગે જણાવ્યુ કે, દિવસે આકાશ મોટાભાગે સાફ રહેવા અને મેક્સિમમ તાપમાન લગભગ 14.3 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં આજકાલ હાડ ગાળતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં આજે સવારે તાપમાન સામાન્યથી બે ડિગ્રી ઓછો 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ડિસેમ્બરમાં નોંધાયેલો આ ત્રીજો સૌથી ઓછુ તાપમાન છે. આ પહેલા 19 ડિસેમ્બરે તાપમાન 5.2 ડિગ્રી અને ત્યારબાદ 5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા પણ હાડ ગાળતી ઠંડની ઝપેટમાં આવી ગયા છે.
દિલ્હીમાં સમાન્ય ધૂમ્મસ અને ઝાકળ પડવાથી વિઝિલિલિટી ઓછી થઇ ગઇ છે, અને ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઇ છે. કાલે શહેરમાં હવાની ગુણવત્તા સૂચકાંક 364 રહ્યો હતો. જે એકદમ ખરાબ શ્રેણીમાં આવે છે.
હવામાન વિભાગે જણાવ્યુ કે, દિવસે આકાશ મોટાભાગે સાફ રહેવા અને મેક્સિમમ તાપમાન લગભગ 14.3 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
પંજાબ, હરિયાણામાં તાપમાનનો પારો ગગડ્યો. બન્ને રાજ્યોમાં શીતલહેર જામી ગઇ છે. ઓછી વિઝિબિલિટી અને પરિવહન અને રેલવે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. કેટલીક જગ્યાએ 100 મીટરથી ઓછી થઇ ગઇ છે. હાલ સામાન્યથી 9 થી 11 ડિગ્રી નીચે તાપમાન રહ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement