શોધખોળ કરો
કોરોના સામેની લડાઇમાં અઝીમ પ્રેમજીનું વિપ્રો ગ્રુપ 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે, PM રીલિફ ફંડમાં દાન નહી આપે
અઝીમ પ્રેમજીનું વિપ્રો ગ્રુપે કોરોના સામે 1125 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગ્રુપ આ રકમ વડાપ્રધાન કેયર્સ ફંડમાં દાન આપશે નહી. આ રકમ પોતાના ફાઉન્ડેશન દ્ધારા ખર્ચ કરશે

નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં દાન આપવાની વડાપ્રધાન મોદીની અપીલ પર કોર્પોરેટ જગત કરોડો રૂપિયા દાન આપી રહ્યું છે. પીએમ કેયર્સ ફંડમાં હજારો કરોડો રૂપિયા એકઠા થઇ ગયા છે. આ વચ્ચે અઝીમ પ્રેમજીનું વિપ્રો ગ્રુપે કોરોના સામે 1125 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગ્રુપ આ રકમ વડાપ્રધાન કેયર્સ ફંડમાં દાન આપશે નહી. આ રકમ પોતાના ફાઉન્ડેશન દ્ધારા ખર્ચ કરશે. વિપ્રો ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે, કોરોના સંકટને જોતા વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઇઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સાથે મળીને 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પૈસા પ્રભાવિત વિસ્તારમાં માનવીય સહાયતા, સ્વાસ્થ્ય સુવિધાઓને સારી કરવામાં વાપરશે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 કર્મચારીઓની ટીમ કામ કરશે. કંપનીના કહેવા પ્રમાણે આ 1125 કરોડ રૂપિયામાંથી 100 કરોડ રૂપિયા વિપ્રો લિમિટેડ, 25 કરોડ રૂપિયા વિપ્રો એન્ટરપ્રાઇઝ અને 1000 કરોડ રૂપિયા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્ધારા કરવામાં આવશે.
વધુ વાંચો





















