શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CAA વિરોધી સભામાં મહિલાએ લગાવ્યા પાકિસ્તાનના સમર્થનમાં નારા, ઓવૈસીએ કર્યો વિરોધ
ઓવૈસીએ મહિલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, અમે અહી ભારત માટે આવ્યા છીએ. નારા લગાવનારી યુવતી સાથે અમારો કોઇ સંબંધ નથી.
બેંગલુરુઃ આજે બેંગલુરુમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમાં એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીની રેલી યોજાઇ હતી. ઓવૈસી મંચ પર હાજર હતા તે દરમિયાન એક યુવતીએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા,. જોકે, ઓવૈસીએ મહિલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, અમે અહી ભારત માટે આવ્યા છીએ. નારા લગાવનારી યુવતી સાથે અમારો કોઇ સંબંધ નથી. અમારા માટે ભારત જિંદાબાદ હતું અને જિંદાબાદ રહેશે. નોંધનીય છે કે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
મહિલાની ઓળખ અમૂલ્યા તરીકે થઇ છે. તેણે લોકો પાસે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાની અપીલ કરી હતી. મહિલાને બાદમાં મંચ પરથી ઉતારી દેવામાં આવી હતી. મહિલા વિરુદ્ધ આઇપીસીની કલમ 124એ હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ બાદ મહિલાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion