(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની રસી લેવાથી કયા લોકોને થાય છે વધુ સાઇડ-ઇફેક્ટ્સ, રિસર્ચમાં શું થયો ખુલાસો, જાણો વિગતે
સાઇડ ઇફેક્ટ્સના આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યાધિક સમસ્યા જોવા મળી છે. તાજેતરમાં જ સેન્ટર ફૉર ડિજીસ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શનના એક રિસર્ચમાં જુદીજુદી ઉંમરના લોકોને આપવામાં આવેલા 13.7 મિલિયન કૉવિડ-19 વેક્સિનના ડૉઝનો ડેટા પરીક્ષણ કરવામાં આવ્યુ. જ્યાં સુધી સાઇડ ઇફેક્ટ્સનો મામલો છે, તો પુરુષોની સરખાણમીમાં મહિલાઓમાં 79.1 ટકા સામે આવી છે
નવી દિલ્હીઃ રસીકરણની સાથે સાથે કેટલીક સાઇડ ઇફેક્ટ જરૂર સામે આવી રહી છે. સામે આવેલા નવા રિસર્ચ પ્રમાણે, મહિલાઓને પુરુષોની સરખામણીમાં કૉવિડ-19 વેક્સિનની સાઇડ ઇફેક્ટથી પીડિત થવાની વધુ સંભાવના છે. જોકે તેમને કૉવિડ-19ની ગંભીરતાનો ખતરો આશ્ચર્ચજનક રીતે ઓછો થાય છે. પરંતુ વેક્સિન પ્રત્યે અતિસંવેદનશીલતા હેરાન કરનારી છે. તમારે જાણવુ જોઇએ કે આ કઇ રીતે થઇ શકે છે, અને અપ્રિય લક્ષણને દુર કરવા માટે શું રીતો છે.
રિસર્ચમાં શું સૂચનો મળે છે?
સાઇડ ઇફેક્ટ્સના આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યાધિક સમસ્યા જોવા મળી છે. તાજેતરમાં જ સેન્ટર ફૉર ડિજીસ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શનના એક રિસર્ચમાં જુદીજુદી ઉંમરના લોકોને આપવામાં આવેલા 13.7 મિલિયન કૉવિડ-19 વેક્સિનના ડૉઝનો ડેટા પરીક્ષણ કરવામાં આવ્યુ. જ્યાં સુધી સાઇડ ઇફેક્ટ્સનો મામલો છે, તો પુરુષોની સરખાણમીમાં મહિલાઓમાં 79.1 ટકા સામે આવી છે.
શું લિંગનો ફરક પડે છે?
જોકે, સાઇડ ઇફેક્ટ્સ વાસ્તવામાં તે વિશેષજ્ઞોને ચોંકવાતુ નથી, જે તેને માત્ર ઇમ્યૂન સિસ્ટમનો સંક્ત માને છે, અને કહે છે કે આ પોતાના કામ ઠીક રીતે કરી રહી છે. સાઇડ ઇફેક્ટ્સનો અનુભવ કરવા અપ્રિય થઇ શકે છે, અને કોઇ શખ્સને સામાન્ય કામ કરવા મુશ્કેલ બની શકે છે.
કેટલાક શોધકર્તા જવાબ તરીકે વ્યવહારને પણ માને છે, વિશેષજ્ઞો અનુસાર, મહિલાઓને સાઇડ-ઇફેક્ટ્સને વધુ ખતરો કે પુરુષોની સરખામણીમાં મેડિકલ મદદની વધુ જરૂર પડી શકે છે. કેટલાક રિસર્ચથી એ જાણવા મળ્યુ છે કે મહિલાઓમાં સંક્રમણથી લડનારી એન્ટીબૉડી પુરુષોની સરખામણીમાં વધુ પેદા થાય છે. જોકે હજુ આ ચિકિત્સકીય રીતે સ્થાપિત નથી કરવામાં આવી.