કેન્દ્રશાસિત પ્રદેશની માંગ વચ્ચે મમતા બેનર્જીએ કહ્યું, 'બંગાળના ભાગલા કરવાનો કોઈ સવાલ નથી, અમે તેની મંજૂરી આપીશું નહીં'
મમતા બેનર્જીએ કહ્યું હતું કે દક્ષિણ અને ઉત્તર બંગાળ મળીને પશ્ચિમ બંગાળ બનાવે છે
CM Mamata Banerjee Slams BJP: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે (ઑક્ટોબર 19) કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળના વિભાજનને મંજૂરી આપશે નહીં. સિલીગુડીમાં 'વિજય સંમેલન' અને દુર્ગા પૂજા પછીની સભાને સંબોધતા તેમણે લોકોને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અડચણરૂપ કરવા માટે ઉશ્કેરણીથી દૂર રહેવા વિનંતી કરી હતી.
CM Mamata Banerjee: South and north Bengal together make West Bengal. There is no question of dividing West Bengal. We wouldn't allow it. We want a single Bengal. If we can work together, then north Bengal will be stronger.
— Press Trust of India (@PTI_News) October 19, 2022
મમતા બેનર્જીએ કહ્યું હતું કે દક્ષિણ અને ઉત્તર બંગાળ મળીને પશ્ચિમ બંગાળ બનાવે છે. પશ્ચિમ બંગાળને વિભાજિત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું હતું કે, અમે તેની મંજૂરી આપીશું નહીં. અમે એક બંગાળ ઇચ્છીએ છીએ. જો આપણે સાથે મળીને કામ કરીશું તો ઉત્તર બંગાળ મજબૂત થશે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની સરકારે આ વિસ્તારમાં જે વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.
ભાજપના નેતાઓ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ કરી રહ્યા છે
મમતા બેનર્જીનું નિવેદન પ્રદેશના ભાજપના નેતાઓનો એક વર્ગે ઉત્તર બંગાળના જિલ્લાઓને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે મર્જ કરવાની માંગણી કર્યા પછી આપ્યું છે. ભાજપના નેતાઓએ પણ અહીં વિકાસના અભાવનો આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદેશના આઠ જિલ્લાની પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો.
મમતા બેનર્જીએ કહ્યું, "આ વર્ષે ઈદ મિલાદ-ઉન-નબીની ઉજવણી સારી રીતે કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તોફાન કરવાનો અને કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો અને કોમી અથડામણો માટે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હું શાંતિપૂર્ણ ઉજવણી માટે બંને સમુદાયોને ધન્યવાદ આપવા માંગુ છું.
Bihar Politics: 'ભાજપના સંપર્કમાં છે નીતિશ કુમાર, ફરીથી BJPની સાથે જઈ શકે' - દિગ્ગજ નેતાએ કર્યો દાવો
Prashant Kishor Big Statement: રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે અને જો સ્થિતિની માંગ હેશે તો તે પાર્ટી સાથે ફરીથી જોડાણ કરશે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ) એ પ્રશાંત કિશોરની ટિપ્પણીને નકારી કાઢતાં તેને ભ્રામક ગણાવી છે અને કહ્યું કે તેમનો હેતુ ભ્રમ ફેલાવવાનો છે.
પ્રશાંત કિશોર આ દિવસોમાં બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમની આ મુલાકાતને સક્રિય રાજકારણમાં જોડાવાના પ્રથમ પગલા તરીકે જોવામાં આવી રહી છે. તેમણે પીટીઆઈને જણાવ્યું કે, નીતિશ કુમારે JD(U) સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ મારફત ભાજપ સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. આ સંદર્ભે તેમના જવાબ માટે હરિવંશને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ તેમની પાર્ટીએ દાવાને નકારી કાઢ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નીતિશ કુમાર ફરી ક્યારેય ભાજપ સાથે હાથ મિલાવે નહીં.