Coronavirus: WHO ના અધિકારીનું મોટું નિવેદન, કોરોના ક્યાંય ગયો નથી, ગાફલતમાં ન રહેતા નહીંતર....
Coronavirus: ડબલ્યુએચઓ અધિકારી પૂનમ ખેત્રપાલે કહ્યું, કોવિડ-19નું વધારે જોખમ છે અને કોઈપણ દેશ તેમાંથી બહાર નીકળી શક્યો નથી. કોરોના વાયરસ હજુ પણ હાજર છે.
![Coronavirus: WHO ના અધિકારીનું મોટું નિવેદન, કોરોના ક્યાંય ગયો નથી, ગાફલતમાં ન રહેતા નહીંતર.... World health organization's officer said risk persists even though corona cases down Coronavirus: WHO ના અધિકારીનું મોટું નિવેદન, કોરોના ક્યાંય ગયો નથી, ગાફલતમાં ન રહેતા નહીંતર....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/48feadf15abf6f790971251b914ff8b4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વરિષ્ઠ અધિકારી પૂનમ ખેત્રપાલે શનિવારે કહ્યું, અનેક રાજ્યો તથા શહેરોમાં કોવિડ-19નના મામલના ઘટવા છતાં સંક્રમણનો ખતરો છે. તેમણે કહ્યું- સંક્રમણને ઘટાડવા માટે યોગ્ય નિયમોના પાલન પર ધ્યાન આપવું જોઈએ. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં કોરોનાના મામલામાં સ્થિરતા તો ક્યાંક ઘટાડો જોવા મલળી રહ્યો છે. જોકે સ્થિતિનું ઉંડાણથી મૂલ્યાંકન કરવાની જરૂર છે.
કોરોના ક્યાંય ગયો નથી
ડબલ્યુએચઓ અધિકારી પૂનમ ખેત્રપાલે કહ્યું, કોવિડ-19નું વધારે જોખમ છે અને કોઈપણ દેશ તેમાંથી બહાર નીકળી શક્યો નથી. કોરોના વાયરસ હજુ પણ હાજર છે. તેથી આપણે સતર્ક રહેવાની જરૂર છે. આપણું ધ્યાન સંક્રમણને ઓછું કરવા પર હોવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, આ બીમારી ક્યાંય નથી ગઈ, આપણે વાયરસની વચ્ચે જ છીએ તે ન ભૂલવું જોઈએ. મહામારી ઓછી થવાનો મતલબ એવો નથી કે વાયરસ ચિંતાનું કારણ નથી.
આ વાત રાખજો ધ્યાનમાં
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું, ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન શ્વસન તંત્રની કોશિકાને સંક્રમિત કરે છે. ડેલ્ટા વેરિઅન્ટ સીધો જ ફેફસાને સંક્રમિત કરતો હતો, જ્યારે ઓમિક્રોનમાં આમ નથી થતું તેથી મૃત્યુદર ઓછો છે. જે દેશોમાં આ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીની સંખ્યા વધી ગઈ છે, જેનાથી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર અસર પડી રહી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,04,333 થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,35,939 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તે સિવાય અત્યાર સુધીમા 1,65,04,87,260 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં હજુ એક્ટિવ કેસની સંખ્યા વધીને 20 લાખ ચાર હજાર 333 થઇ ગઇ છે. જ્યારે કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 93 હજાર 198 થઇ ગઇ છે. આંકડાઓ અનુસાર ગઇકાલે ત્રણ લાખ 35 હજાર 939 લોકો સ્વસ્થ થયા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 83 લાખ 60 હજાર 710 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં કોરોનાની રસીના 165 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગઇકાલે 56 લાખ 72 હજાર 766 ડોઝ આપવામાં આવ્યા છે ત્યારબાદ અત્યાર સુધીમાં વેક્સિનની 165 કરોડ ચાર લાખ 87 હજાર 260 ડોઝ અપાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)