શોધખોળ કરો
Advertisement
તમે ફ્લાઇટમાં મુસાફરી કરો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે
નવી દિલ્લીઃ આગામી સમયમાં પ્લેનમાં Wi-Fiની સુવિધા મળશે તેવી જાહેરાત સિવિલ એવિએશન સેક્રેટરી આરએન ચૌબેએ કરી હતી. મોદી સરકાર પેસેન્જર્સને ફ્લાઇટ્સમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. આ સુવિધા ત્યારે મળશે જ્યારે ફ્લાઈટ ભારતની એરસ્પેસમાં ઉડી રહી હોય.
સિવિલ એવિએશન સેક્રેટરી આરએન ચૌબેએ જણાવ્યું હતું કે, આગામી 10 દિવસમાં આ સુવિધાની જાહેરાત કરી શકાય છે. ફ્લાઈટ્સમાં વાઈફાઈ આપવા અંગે કોઈ સુરક્ષા બાબત સંદર્ભે પૂછાયેલા સવાલના જવાબમાં ચૌબેએ કહ્યું હતું કે, 'તેનાથી વોઈસ અને ડેટા પર નજર રાખવામાં આવશે. જરૂરી હશે તો એજન્સીઓ તેને ટ્રેક કરી શકશે.' હાલમાં મુસાફરોને ફ્લાઈટની ભારતીય સરહદમાં રહેવા દરમિયાન મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના ઉપયોગની મંજૂરી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement