શોધખોળ કરો
Advertisement
બેરોજગારીના મુદ્દે યૂથ કૉંગ્રેસ શરૂ કરશે અભિયાન, બનાવશે ‘નેશનલ રજિસ્ટર ઑફ અનએમ્પ્લોયમેન્ટ’
યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ પીવી શ્રીનિવાસે જણાવ્યું કે, દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ છે. સરકાર યુવાનોને સીએએ, એનઆરસી અને એનપીઆરમાં ભટકાવી રહી છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર પર ચાલી રહેલા હંગામા વચ્ચે કૉંગ્રેસ પાર્ટી બેરોજગારીના મુદ્દા પર રાષ્ટ્રીય બેરોજગારી રજિસ્ટર (નેશનલ રજિસ્ટર ઑફ અનએમ્પ્લોયમેન્ટ) NRU અભિયાન શરૂ કરવા જઈ રહી છે. કૉંગ્રેસના આ અભિયાનની જવાબદારી યૂથ કૉંગ્રેસને સોંપવામાં આવી છે. આ અભિયાન હેઠળ યૂથ કૉંગ્રેસ એક ટોલ ફ્રી નંબર જાહેર કરશે. જેના પર મિસકૉલ દ્વારા બેરોજગારીના આંકડા ભેગા કરવામાં આવશે.
યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ પીવી શ્રીનિવાસે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ છે. સરકાર યુવાનોને સીએએ, એનઆરસી અને એનપીઆરમાં ભટકાવી રહી છે. તેથી અમે રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઑફ અનએમ્પ્લોયમેન્ટ અભિયાન શરૂ કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, અમે 23 જાન્યુઆરીએ એક ટોલ ફ્રી નંબર જાહેર કરીશું. જેના પર બેરોજગાર મિસ કૉલ કરીને પોતાનું સમર્થન આપી શકે છે. આ બેરોજગારી વિરુધ્ધ અભિયાનની શરૂઆત છે.
ઉલ્લેખનીય છે કે આર્થિક મંદી અને બેરોજગારીના મુદ્ને કૉંગ્રેસ મોદી સરકાર પર સતત નિશાન સાધતી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement