શોધખોળ કરો

રાજસ્થાનઃ Youth Congress અધ્યક્ષ ભૂલ્યા ભાન, PM મોદી અને અમિત શાહ માટે અપમાનજનક શબ્દોનો કર્યો પ્રયોગ

ધરણા પ્રદર્શન દરમિયાન કોગ્રેસના MLA અને યુથ કોગ્રેસના અધ્યક્ષ (Youth Congress) ગણેશ ઘોઘરાએ (Ganesh Ghogra) ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ અનૈતિક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

જયપુરઃ પેગાસસ જાસૂસી કાંડ મામલે (Pegasus spy Case) રાજસ્થાનમાં કોગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું. ધરણા પ્રદર્શન દરમિયાન કોગ્રેસના ધારાસભ્ય (Congress MLa) અને યુથ કોગ્રેસના અધ્યક્ષ (Youth Congress)  ગણેશ ઘોઘરાએ (Ganesh Ghogra) ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) વિરુદ્ધ અનૈતિક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ગણેશ ડોગરાએ રાજ્યપાલ, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અમર્યાદિત ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઘોઘરાએ કહ્યું કે કેન્દ્ર સરકાર અમારી જાસૂસી કરી રહી છે અને રાજ્યપાલ તેમના દલાલના રૂપમાં અહી બેઠા છે. ગણેશ ઘોઘરા આટલે સુધી રોકાયા નહીં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને રંગા બિલ્લા ગણાવતા કહ્યું કે, આ બંન્નેને દોડાવી દોડાવી ચંપલથી માર મારવો જોઇએ.

ગણેશ ઘોઘલા મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા. તે સમયે પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા, સરકારના મંત્રી, વરિષ્ઠ નેતાઓ હાજર હતા પરંતુ કોઇએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નહી પરંતુ તેમના  ભાષણ પર કાર્યકરો તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે ગણેશ ઘોઘરા કોગ્રેસના ધારાસભ્ય અને યુથ કોગ્રેસના અધ્યક્ષ હોવા છતાં રાજસ્થાનમાં અલગ આદિવાસી સ્ટેટની માંગ કરી ચૂક્યા છે. કોગ્રેસમાં છેલ્લા વર્ષે રાજકીય ધમાસાણ દરમિયાન યુથ કોગ્રેસ અધ્યક્ષ મુકેશ ભાકર પાયલટ કેમ્પમાં જતા રહેવાના કારણે ધારાસભ્ય ગણેશ ઘોઘરા યુથ કોગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.

નોંધનીય છે કે રાજધાની જયપુરમાં આજે કોગ્રેસે પેગાસસ જાસૂસી મામલાને લઇને રાજભવનનો ઘેરાવ કર્યો હતો. કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના નેતૃત્વમાં  સિવિલ લાઇન ફાટક પર કોગ્રેસની સભા થઇ હતી.

કોગ્રેસ નેતાના નિવેદન પર વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ પલટવાર કર્યો હતો અને કહ્યું કે, આ મામલામાં કોગ્રેસે જાતે જ સંજ્ઞાન લેવું જોઇએ કે આ શબ્દ બોલવા યોગ્ય છે કે નહીં. તેમણે કહ્યું કે હું વિચારું છું કે ગામડાઓની ગલીઓનું બાળક પણ ઘોઘરા જેવું નહીં બોલે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Embed widget