(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારના આ ટોચના મંત્રીને યુ-ટ્યુબ દર મહિને ચૂકવે છે 4 લાખ રૂપિયા, જાણો શામાંથી થાય છે આ જંગી કમાણી ?
નીતિન ગડકરીએ ગુરુવારે મધ્યપ્રદેશના રતલામ ખાતે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોને આવરી લેતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (DME) ની પ્રગતિની સમીક્ષા કરી.
નવી દિલ્હી: સોશિયલ મીડિયાના આ યુગમાં લગભગ દરેક વ્યક્તિ યુ ટ્યુબથી પરિચિત છે. સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકો સુધી, યુ-ટ્યુબ દ્વારા લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. પરંતુ કદાચ એવા રાજકારણીઓ વિશે ઓછું સાંભળવામાં આવશે જેઓ યુટ્યુબથી કમાણી કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી યુટ્યુબ દ્વારા કમાણીનો ખુલાસો કરતી વખતે જણાવ્યું કે, તેઓ યુટ્યુબથી દર મહિને ચાર લાખ રૂપિયા મેળવે છે.
ગડકરીએ પોતે માહિતી આપી
એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ કહ્યું, 'કોરોના સમયગાળા દરમિયાન, મેં બે વસ્તુઓ કરી - મેં ઘરે રસોઈ શરૂ કરી અને વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રવચનો આપવાનું શરૂ કર્યું. મેં ઓનલાઈન અનેક લેક્ચર્સ આપ્યા, જે યુ ટ્યુબ પર અપલોડ થયા. દર્શકોની વિશાળ સંખ્યાને કારણે, યુ ટ્યુબ હવે મને દર મહિને 4 લાખ રૂપિયા આપે છે. ' હકીકતમાં ગડકરીના ઘણા ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ તેમને જોયા હતા.
નીતિન ગડકરીએ ગુરુવારે મધ્યપ્રદેશના રતલામ ખાતે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોને આવરી લેતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (DME) ની પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમ દરમિયાન યુ ટ્યુબ વિશે આ કહ્યું. રતલામમાં એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું, 'DME વિશ્વનો સૌથી મોટો એક્સપ્રેસ વે છે. 1350 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે લોકોને 12-12.5 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચવામાં મદદ કરશે. એક્સપ્રેસ વે JNPT-Nhava Sheva પર સમાપ્ત થશે, જે ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે.
In COVID time, I did two things -- I started cooking at home & giving lectures through video conference. I delivered many lectures online, which were uploaded on YouTube. Owing to huge viewership, YouTube now pays me Rs 4 lakhs per month: Union Minister Nitin Gadkari (16.09) pic.twitter.com/IXWhDK6wG9
— ANI (@ANI) September 16, 2021
યુટ્યુબના દર્શકોની સંખ્યા સતત વધી રહી છે
તમને જણાવી દઈએ કે વીડિયો સ્ટ્રીમિંગ કંપની યુટ્યુબે તાજેતરમાં એક નિવેદન બહાર પાડ્યું હતું કે ભારતમાં આ વર્ષે મે મહિનામાં 20 મિલિયનથી વધુ લોકોએ તેમના ટીવી સ્ક્રીન પર યુટ્યુબ જોયું હતું, જે ગયા વર્ષ કરતાં 45 ટકા વધારે છે. યુટ્યુબ પાર્ટનરશિપના ડિરેક્ટર સત્ય રાઘવને જણાવ્યું હતું કે ભારતમાં 85 ટકા વીડિયો દર્શકોએ જણાવ્યું હતું કે તેઓ કોવિડ -19થી અત્યાર સુધી યુટ્યુબનો વધુ ઉપયોગ કરે છે.