શોધખોળ કરો
Advertisement
ઝાકિર નાઈકના NGOએ રાજીવ ગાંધી ટ્રસ્ટને આપ્યું હતું 50 લાખ રૂપિયાનું દાન
નવી દિલ્હીઃ ઇસ્લામિક ધર્મગુરુ ઝાકિર નાઈકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF)એ શુક્રવારે (9 સપ્ટેમ્બર)એ એક મોટો ખુલાસો કર્યો છે. IRF અનુસાર, તેણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ડોનેશન 2011માં આપવામાં આવ્યું હતું. જ્યારે પોતાના બચાવમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશને કહ્યું કે, રૂપિયા તેને નહીં પરંતુ તેના અન્ય સંગઠન રાજીવ ગાંધી ચેરિટેલ ટ્રસ્ટને આપ્યા હતા. તેની સાથે જ રાજીવ ગાંધી ફાઉન્ડેશને એ પણ કહ્યું કે, તે રૂપિયા થોડા મહિના પહેલા પરત પણ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે IRF પોતાની વાતને વળગી રહી છે. તેણે કહ્યું કે રપિયા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપવામાં આવ્યા તે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ માટે ન હતા. IRFનું એ પણ કહેવું છે કે, તેને રૂપિયા અત્યાર સુધી પરત પણ મળ્યા નથી. IRFના પ્રવક્તાએ કહ્યું કે, બની શકે કે તે રૂપિયા પરત કરવાના હોય પરંતુ અમને હજુ સુધી રૂપિયા મળ્યા નથી.
પ્રવક્તાએ કહ્યું કે, અમે RGFને 2011માં 50 લાખ રૂપિયા આપ્યા હતા. અમે RGF જેવી ઘણી એનજીઓને રૂપિયા આપીએ છીએ જે કન્યાઓના અભ્યાસ માટે કામ કરે છે. આ રૂપિયા મેડિકલ, સર્જરી જેવા અભ્યાસ કરતી કન્યાઓ માટે હોય છે. RGCTને સોનિયા ગાંધી, અને તેના બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા દ્વારા બનાવવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ RGCT સાથે જોડાયેલ છે. આ તમામ લોકો RGFમાં ટ્રસ્ટી પણ છે.
આ તમામ વાત હવે તપાસના સમયે સામે આવી છે. વિતેલા મહિને કેન્દ્ર સરકારે ઝાકિર નાઈકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડશનને મળનારા ફન્ડિંગની તપાસના આદેશ આપ્યા હતા. સરકારે આ આદેશ એ વાત સામે આવ્યા બાદ આપ્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે, બાંગ્લાદેશના ઢાકામાં હુમલો કરનાર યુવાન ઝાકિર નાઈકથી પ્રેરિત હતો. ઝાકિર નાઈકના સંગઠન ર આરોપ છે કે, તેને વિદેશથી રૂપિયા મળે છે જેનો ઉયોગ રાજનીતિક ગતિવિધિઓ અને યુવાઓને આતંક તરફ ખેંચવા માટે કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement